સોશિયલ મીડિયા પર અજીબોગરીબ પ્રકારના વિડીયો આપણે જોતાં હોઈએ છીએ, જે રિલ્સ વાયરલ થતી હોય છે. તેમા કેટલાક કોમેડી, તો કેટલાક ઈન્ફર્મેટિવ રિલ્સનો વીડિયો બનાવી અપલોડ કરતા હોય છે અને કન્ટેન્ટ પસંદ આવતા તે રીલ જોત જોતામાં વાયરલ થઈ જાય છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક અજીબો ગરીબ વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે જોઈને તેમ પણ વિચારવા મજબૂર થી જશો અને કહેશો કે શું ખરેખર આવું થઈ શકે.
તાજેતરમાં એક વીડિયો પતિ-પત્નીનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, જે જોઈને લોકો પત્નીના આ ગજબના આઇડિયાની પ્રશંસા કરી રહ્યા છે તો કેટલાક લોકો પુરુષોને ચેતીને રહેવાની સલાહ પણ આપી રહ્યા છે. આ વીડિયોમાં પત્ની પતિના ફોનનું ફેસલોક ખોલવા પ્રયાસ કરી રહી છે. પતિની ગેરહાજરીમાં પત્ની તેના પતિના ફોટાનો ઉપયોગ કરે છે, તેના માટે તે દિવાલ પર લટકી રહેલા ફોટાને 2 3 વાર સાફ કરે છે અને ફોનનું ફેસલોક ખોલવાનો પ્રયત્ન કરે છે.આ દરમિયાન પતિ અચાનક રુમમાં પ્રવેશ કરતો દેખાય છે અને પત્નીને તેના ફોન સાથે લોક ખોલવાની મથામણ કરતા જોઈ ત્યાં જ ઉભો રહે છે.
બાદમાં પત્ની તે ફોનનું ફેસલોક ખોલવા માટે પ્રયાસ કરતી જોવા મળે છે અને પછી તરત જ ફોટાથી પતિના ફોનનું ફેસલોક ખુલી જાય છે આ જોઈને પતિ પણ ચોંકી જાય છે.જે બાદ પત્ની પતિના ફોને બરાબર ચેક કરે છે અને પતિની પોલ ખૂલી જાય છે, ત્યારે આ વીડિયો વાયરલ થતા લોકો તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે કે બેનનું દિમાગ ગજબનું કામ કરે છે, તો કોઈ કહી રહ્યું કે ભાઈ હવે ફોનમાં ફેસલોક પણ ના રાખતા નહીં તો પત્ની તે પણ ખોલી નાખશે.
दुखद समाचार…😂
भाई कभी फेस लॉक नहीं लगाना बीवी इसे भी खोल लेगी 😁😁😁 pic.twitter.com/SonOuaMTVz— 🥀🇮🇳 वंदेमातरम, 🌹🇮🇳♏🇮🇳🌹 (@Mukesh69972949) June 30, 2025