ગર્ભવતી મહિલાને લઈ જતી એમ્બ્યુલન્સમાં લાગી આગ, ઓક્સિજન સિલિન્ડર ફાટવાથી વાહનના થયા ટુકડા

ગર્ભવતી મહિલાને લઈ જતી એમ્બ્યુલન્સમાં લાગી આગ, સિલિન્ડર વિસ્ફોટથી થયા ટુકડા – વીડિયો

મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં બુધવારે સાંજે એક ગર્ભવતી મહિલા અને તેના પરિવારના સભ્યો માણ-માણ બચી શક્યા. તેમને હોસ્પિટલ લઈ જતી એમ્બ્યુલન્સના એન્જિનમાં આગ લાગી અને થોડીવાર પછી ઓક્સિજન સિલિન્ડર વિસ્ફોટ થયો. ઓક્સિજન સિલિન્ડરમાં બ્લાસ્ટ થવાના કારણે એમ્બ્યુલન્સના રોડ પર ટુકડા થઈ ગયા હતા.

આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એમ્બ્યુલન્સમાં સૌથી પહેલા આગ લાગી હતી પછી આખું વાહન આગનો ગોળો બની જાય છે અને પછી એક પ્રચંડ વિસ્ફોટ થાય છે. બ્લાસ્ટને કારણે અનેક ફૂટ ઉંચી સ્પાર્ક થાય છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આજુબાજુના કેટલાક મકાનોની બારીઓ તૂટી ગઈ હતી. મળતી માહિતી મુજબ ડ્રાઈવરે એન્જિનમાંથી ધુમાડો નીકળતો જોયો. આ જોતા જ તે સાવધાન થઈ ગયો અને કારમાંથી નીચે ઉતરી ગયો.

પછી ઝડપથી એમ્બ્યુલન્સથી દૂર સલામત અંતરે ખસી ગયા. તેણે ગર્ભવતી સ્ત્રી અને તેના પરિવારને પણ આવું કરવા કહ્યું. બધા નીચે ઉતર્યા પછી, એમ્બ્યુલન્સના એન્જિનમાં આગ લાગી અને થોડીવાર પછી વાહનની અંદરનો ઓક્સિજન સિલિન્ડર ફાટ્યો.આ ઘટના દાદા વાડી વિસ્તારમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ફ્લાયઓવર પર બની જ્યારે એમ્બ્યુલન્સ ગર્ભવતી મહિલા અને તેના પરિવારને એરંડોલ સરકારી હોસ્પિટલથી જલગાંવ જિલ્લા હોસ્પિટલ લઈ જઈ રહી હતી.

Devarsh