‘એ ગભરાઇ ગયા…’ ચીનના જવાબી ટેરિફને ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યુ ખોટુ પગલુ- જાણો આખી મેટર

અમેરિકાના ટેરિફ પર ચીને તગડો પલટવાર કર્યો. ચીને શુક્રવારે અમેરિકાથી આયાત થતી બધી જ ચીજવસ્તુઓ પર 34 ટકા વધારાનો ટેરિફ લાદ્યો છે. ટ્રમ્પે બુધવારે મોડી રાત્રે 60થી વધુ દેશો પર પારસ્પરિક ટેરિફની જાહેરાત કરી હતી. ત્યારે હવે ટ્રમ્પે ચીનને ધમકી આપી અને કહ્યું કે ચીને ટેરિફ લાદીને ખોટું કર્યું છે. અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફનો સામનો કરતા ચીને શુક્રવારે એટલે કે 4 એપ્રિલે અમેરિકન ઉત્પાદનો પર 34 ટકા ટેક્સ લાદ્યો.

હવે ચીન દ્વારા લાદવામાં આવેલા ટેરિફ પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિક્રિયા આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ દ્વારા કહ્યું કે ચીન ડરી ગયું છે અને ખોટા પગલાં લઈ રહ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વધતા જતા વિશ્વ વેપાર યુદ્ધને લઈને શેરબજારમાં ગભરાટને ફગાવી દીધો અને ધનવાન બનવાની તકનો ઉલ્લેખ કર્યો. ટ્રમ્પે પોતાની પોસ્ટમાં કહ્યું કે ચીને ગભરાટમાં આવીને ખોટું પગલું ભર્યું છે. આ એવી વાત છે જે તેઓ સહન કરી શકતા નથી.

2 એપ્રિલ 2025ના રોજ અમેરિકાના મુક્તિ દિવસની જાહેરાત કરતા ટ્રમ્પે ભારત અને ચીન સહિત ઘણા દેશો પર ટેરિફ લાદ્યા હતા. આ પછી વિશ્વભરના શેરબજારોમાં ભૂકંપ આવ્યો. માત્ર ભારત જ નહીં, યુએસ શેરબજારમાં પણ સતત બીજા દિવસે ઘટાડો નોંધાયો હતો. આના કારણે રોકાણકારોને અબજો રૂપિયાનું નુકસાન થયું. શુક્રવારે ચીને અમેરિકન ઉત્પાદનો પર વધારાની 34% ડ્યુટીની જાહેરાત કરીને ટ્રમ્પના ટેરિફનો યોગ્ય જવાબ આપ્યો. સરકારી ન્યુઝ એજન્સી શિન્હુઆ અનુસાર, આ 10 એપ્રિલથી અમલમાં આવશે.

ચીને અમેરિકા દ્વારા વેપાર ભાગીદારો પર ‘જવાબી ટેરિફ’ લાદવા અંગે વિશ્વ વેપાર સંગઠન (WTO) માં પણ ફરિયાદ નોંધાવી છે. વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું કે ચીને 16 અમેરિકન કંપનીઓને બેવડા ઉપયોગના માલની નિકાસ પર પણ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ જાહેરાત પછી અમેરિકામાં પ્રવેશતા ચીની માલ પર કુલ ડ્યુટી 54 ટકા સુધી પહોંચી ગઈ છે. પોતાના ચૂંટણી પ્રચારમાં, ટ્રમ્પે ચીન પર 60 ટકા ટેરિફ લાદવાની વાત કરી હતી; આ આંકડો લગભગ તેની નજીક છે.

Previous Article

અરબાઝ ખાનની એક્સ ગર્લફ્રેન્ડ જોર્જિયાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈ ફેન્સે કહ્યું, કપડાં પહેરવાની ભાન નથી, જુઓ તસવીરો

Next Article

કબૂતરનો જીવ બચવા માટે યુવકે કર્યું એવું કે જેને જોઈ યુઝર્સ બોલ્યા તમે જ સાચા હીરો છો, વાયરલ થયો વીડિયો

error: Protected Content!
Exit mobile version