કબૂતરનો જીવ બચવા માટે યુવકે કર્યું એવું કે જેને જોઈ યુઝર્સ બોલ્યા તમે જ સાચા હીરો છો, વાયરલ થયો વીડિયો

ઘણી વખત હ્રદય સ્પર્શી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. પરંતુ કેટલાક વીડિયો એવા છે જે યુઝર્સના દિલ જીતી લે છે. આવો જ એક વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે જેમાં એક કબૂતર વાયર પર અટવાયેલું જોવા મળે છે. વાસ્તવમાં કબૂતર એક દોરામાં ફસાઈ જાય છે જે વાયર સાથે અટવાઈ જાય છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકશો કે કબૂતર કેવી રીતે તકલીફમાં ઝઝૂમી રહ્યું છે. તે જેટલો બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે, તેટલો જ તે દોરામાં ફસાઈ જાય છે. વીડિયો જોઈને તમે પણ અવાજ વિનાના પક્ષીની પીડા સમજી શકશો. તેને બચાવવા માટે એક વ્યક્તિ જીપની વ્યવસ્થા કરે છે.

તે જીપ પર ચઢીને તેને બચાવવાનો પ્રયાસ કરે છે પરંતુ જીપ પર ચડીને પણ તે કબૂતર સુધી પોચી શકતો નથી. ત્યારે અન્ય એક વ્યક્તિ તેની મદદ કરવા માટે જીપ પર ચઢી જાય છે. તે પહેલેથી જ હાજર યુવકને તેના ખભા પર બેસાડે છે અને સાથે મળીને કબૂતરનો જીવ બચાવે છે. આ વિડિયો જોઈને તમે પણ માની જશો કે માનવતા હજુ પૂરી નથી થઈ. આ વીડિયોને Instagram હેન્ડલ NepalInReels પર શેર કરવામાં આવ્યો છે.

યુઝર્સ પણ આ વીડિયોના ખૂબ વખાણ કરી રહ્યા છે.વીડિયોને અત્યાર સુધીમાં 3 લાખથી વધુ વ્યૂઝ અને 50 હજાર લાઈક્સ મળી ચૂક્યા છે. આ વીડિયો પર ઘણા યુઝર્સે કોમેન્ટ પણ કરી છે. એક યુઝરે લખ્યું- આ ખૂબ જ સુંદર છે, તમે સાચા હીરો છો. અન્ય યુઝરે લખ્યું છે- તમે પાંખો વગરના દેવદૂત છો, ભગવાન તમને આશીર્વાદ આપે. ઘણા યુઝર્સે કોમેન્ટ કરીને વ્યક્તિની પ્રશંસા કરી છે.

Previous Article

'એ ગભરાઇ ગયા...' ચીનના જવાબી ટેરિફને ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યુ ખોટુ પગલુ- જાણો આખી મેટર

Next Article

સીધી સાદી મોનાલિસાએ આપ્યા એવાં એવાં કાતિલા હોટ પોઝ કે નજર હટાવવાનું મન નહીં થાય, શું ફિગર દેખાડ્યું, જુઓ PHOTOS

error: Protected Content!
Exit mobile version