વોશિંગ મશીનમાં દેસી ઘી બનાવી દીધુ ! કપડા ધોવાવાળી મશીનની શક્તિઓનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે જુગાડુ લોકો

બજારમાં ભેળસેળયુક્ત ઘી વેચાતું હોવાથી ઘણા લોકો ઘી ઘરે બનાવવાનું પસંદ કરે છે. ઘી બનાવવાની પ્રક્રિયામાં ઘણી મહેનતની જરૂર પડે છે. આ માટે સૌ પ્રથમ દૂધમાંથી સફેદ માખણ તૈયાર કરવું પડશે. આ પછી, માખણ પીગાળીને ઘી બનાવવામાં આવે છે. ઘરે ઘી તૈયાર કરવામાં આખો દિવસ લાગે છે. ઉપરાંત, તેની સુગંધ આખા ઘરમાં ફેલાય છે, પરંતુ જો આપણે કહીએ કે કોઈ પણ મહેનત વિના, વોશિંગ મશીનની મદદથી ઘરે થોડી મિનિટોમાં ઘી તૈયાર કરી શકાય છે, તો શું તમે માનશો ?

જી હા, આ વાંચીને તમે પણ હસ્યા હશો, પણ આ સાચું છે. આ દિવસોમાં, સોશિયલ મીડિયા પર એક વ્યક્તિનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ સફેદ માખણથી ભરેલા બાઉલને વોશિંગ મશીનમાં ફેરવે છે, ત્યારબાદ તે તેમાં ગરમ ​​પાણી રેડે છે અને વોશિંગ મશીનનું ઢાંકણ કાઢીને તેને ચાલુ કરે છે. વીડિયોમાં આગળ, થોડીક સેકન્ડ પછી, મશીનમાં ઘી તૈયાર દેખાય છે.

વોશિંગ મશીનમાં ઘી બનાવવાની નીન્જા ટેકનિકની આ રીલ @sanjay_dairyfarmer નામના હેન્ડલ પરથી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવી છે. જેને 1.19 કરોડથી વધુ લોકોએ જોઇ છે. આ વીડિયોને 98 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. 26 સેકન્ડની આ ક્લિપ જોઈને ઘણા લોકોએ આશ્ચર્યથી માથું પકડી નાખ્યુ છે.

Previous Article

સૌથી બોલ્ડ અભિનેત્રી: કંગના શર્માની સિઝલિંગ સ્ટાઇલ લોકોને ના થઇ હજમ, કપડા જોઇ કહ્યુ- ભારતમાં આ અલાઉ છે શું ? તોબા તોબા

Next Article

જેને ગામવાળાએ ભણવાથી રોકી તે છોકરી UPSC ક્રેક કરી બની ગઇ IAS ઓફિસર- વાંચો સક્સેસ સ્ટોરી

error: Protected Content!
Exit mobile version