“કસોટી જિંદગી કી”ની શ્વેતાની ઓન સ્ક્રીન 40 વર્ષની દીકરીના લૂકે બોલિવૂડની હિરોઈનોને પણ આપી ટક્કર, તસવીરો જોઈ તમે પણ રહી જશો દંગ !

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી પોતાની સુંદરતા અને ફિટનેસથી ફેન્સને ઘેલુ લગાવે છે. નાનકડા પડદા પર શ્વેતા તિવારી એક મોટું નામ બની ગયું છે. ટીવી સિરીયલ કસૌટી ઝિંદગી કીથી તેને ખૂબ જ નેમ અને ફેમ મળ્યા હતા. હાલમાં શ્વેતાની ઉંમર 44 વર્ષની છે, પરંતુ તેણે નાના પડદા પર તેના કરતા માત્ર 4 વર્ષ નાની અભિનેત્રીની માતાની ભૂમિકા ભજવી હતી. કસૌટી ઝિંદગી કી આ નામ તો તમે બધાએ સાંભળ્યું જ હશે, જેમાં શ્વેતાની ઓન-સ્ક્રીન દીકરી જે બતાવવામાં આવી હતી તે હાલમાં 40 વર્ષની છે, અને તેની ઉંમર સાથે તેની સુંદરતા પણ એટલી જ વધી રહી છે, જી હા..

કસૌટી જિંદગી કીમાં શ્વેતા તિવારીની દીકરીનું પાત્ર જેનિફર વિંગેટ દ્વારા ભજવવામાં આવ્યું હતું. શ્વેતા અને જેનિફર વચ્ચેના માતા-પુત્રીના સંબંધોને દર્શકોએ ખૂબ પસંદ કર્યા હતા. જોકે, જેનિફર વિંગેટ હવે 40 વર્ષની થઈ ગઈ છે અને તે સુંદરતાની દ્રષ્ટિએ શ્વેતા તિવારીને હરીફાઈ આપે છે. જેનિફર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. જોકે, તમને જાણીને નવાઈ લાગશે કે બંનેની ઉંમર વચ્ચે માત્ર 4 વર્ષનો ફરક છે. શ્વેતા તિવારી હાલમાં 44 વર્ષની છે જ્યારે જેનિફરની ઉંમર 40 વર્ષની છે અને તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

જેનિફર વિંગેટ હવે નાના પડદાની મોટી અભિનેત્રીઓમાંની એક છે. જોકે, ટીવી શો ઉપરાંત, તેન ઘણી વેબ સિરીઝમાં પણ જોવા મળી છે. પોતાના દમ પર ઘણા હિટ ટીવી શો પણ કર્યા છે. જેનિફરે 1995માં બાળ કલાકાર તરીકે ફિલ્મ “અકેલે હમ અકેલે તુમ” થી શરૂઆત કરી હતી.

2002માં, જેનિફર વિંગેટે “શકા લકા બૂમ બૂમ” થી ટેલિવિઝન પર ડેબ્યૂ કર્યું હતું. જેનિફરે “કસૌટી જિંદગી કી” શોમાં સ્નેહા બજાજની ભૂમિકા ભજવી હતી. બાદમાં, તેણીએ “દિલ મિલ ગયે” માં ડૉ. રિદ્ધિમા ગુપ્તા, “સરસ્વતીચંદ્ર” માં કુમુદ સુંદરી દેસાઈ, “બેહદ” માં માયા મેહરોત્રા અને “બેપન્નાહ” માં ઝોયા સિદ્દીકીની મજબૂત ભૂમિકાઓ ભજવી હતી. હાલ તે એટલી સુંદર લાગી રહી છે કે બોલિવુડની હિરોઈનો પણ ટક્કર આપી રહી છે.

જેનિફર વિંગેટે તેના અંગત જીવનને લઈને પણ અનેક વખત ચર્ચામાં આવી છે. તેણે 2012માં તેના સહ-કલાકાર કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા. બંનેએ વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા બાદમાં બંનેના 2014માં જ છૂટાછેડા થઈ ગયા. કરણ સાથે લગ્ન કરતા પહેલા, અભિનેત્રીને તેના બધા મિત્રોએ તેની સાથે લગ્ન ના કરવાની સલાહ આપી હતી. છતાં તેણે લગ્ન કર્યા, કરણ સિંહ ગ્રોવર સાથે છૂટાછેડા બાદ, જેનિફર વિંગેટ એકલી જિંદગી વિતાવી રહી હતી. જોકે, છૂટાછેડા બાદ, તેણે કરિયર પર ફોકસ ચાલુ રાખ્યું. હવે જેનિફર વિંગેટ OTT પર પોતાની ખાસ ઓળખ બનાવી રહી છે. તેની પાસે ઘણા પ્રોજેક્ટ્સ છે જેના પર તે સતત કામ કરી રહી છે. અત્યાર સુધી જેનિફરે કોડ M અને રાયસિંગહાની વર્સિસ રાયસિંગહાની જેવી વેબ સિરીઝમાં કામ કર્યું છે. તેનું કામ ચાહકોને પણ પસંદ આવી રહ્યું છે.

Previous Article

25 વર્ષની એ હસીના જેણે માત્ર 3 જ ફિલ્મોમાં કામ કર્યુ, પિતાની ઉંમરના અમિતાભ સાથે લડાવ્યો ઇશ્ક...પછી 6 વર્ષ બાદ બંધ એપાર્ટમેન્ટમાં મળી લાશ

Next Article

ક્યાં છે બોબી દેઓલની બબીતા ભાભી ? જેના ગ્લેમર આગળ ફેલ છે બોલિવુડ-ટીવીની ખૂબસુરત હસીનાઓ...ફિટનેસ અને હોટનેસ જોઇ આંખો પણ પહોળી રહી જશે

error: Protected Content!
Exit mobile version