‘તારક મહેતા…’ની દયાબેને બાંધી અસિત મોદીને રાખડી, અસિતભાઇ પડ્યા દિશા વાકાણીના પગે, કહ્યુ- કેટલાક સંબંધ કિસ્મત…
‘તારક મહેતા’માં દયાબેનની વાપસી નક્કી ? અસિત મોદીએ શેર કર્યો એવો વીડિયો કે જાગી ફેન્સની ઉમ્મીદ
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી ઇન્ડસ્ટ્રીના સૌથી સફળ શોમાંનો એક છે. આ લોકપ્રિય સિટકોમે ઘણા સ્ટાર્સને ઓળખ આપી છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા કલાકારોએ પણ આ સિરિયલને અલવિદા કહી દીધું છે, જેમાં દયાબેન એટલે કે દિશા વાકાણીનો સમાવેશ થાય છે.
મેકર્સ લાંબા સમયથી દિશા વાકાણીને શોમાં પાછા લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને ચાહકો પણ તેના પાછા ફરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ દિશા વાકાણીને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પાછા લાવવાના અસિત મોદીના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા. ત્યારે આ વચ્ચે અસિત મોદીએ એક વીડિયો શેર કર્યો છે, જેને જોયા પછી ફરી એકવાર ચાહકોની આશા જાગી છે કે દિશા ટૂંક સમયમાં શોમાં પરત ફરી શકે છે.
વાસ્તવમાં, અસિત મોદીએ તાજેતરમાં એક વીડિયો શેર કર્યો જેમાં દિશા વાકાણી પણ તેમની સાથે જોવા મળી રહી છે. રક્ષાબંધન નિમિત્તે અસિત મોદી દિશા વાકાણીને મળ્યા હતા અને રાખડી બંધાવી હતી. આ દરમિયાન પત્ની નીલા મોદી પણ તેમની સાથે હાજર હતી. દિશા હવે તારક મહેતાનો ભાગ નથી, છતાં અસિત મોદી સાથે તેનો પ્રેમાળ ભાઈ-બહેનનો સંબંધ યથાવત છે. વીડિયો શેર કરતી વખતે, અસિત મોદીએ ખૂબ જ સુંદર કેપ્શન પણ આપ્યું છે.
તેમણે વીડિયોના કેપ્શનમાં લખ્યું- ‘કેટલાક સંબંધો ભાગ્ય દ્વારા બનાવવામાં આવે છે… લોહીથી નહીં, પણ હૃદયથી ! #dishavakani ફક્ત અમારી ‘દયા ભાભી’ નથી પણ મારી બહેન છે. વર્ષોથી હાસ્ય, યાદો અને નિકટતા શેર કરતો આ સંબંધ સ્ક્રીનથી ઘણો આગળ વધી ગયો છે. આ રાખી પર, એ જ અતૂટ વિશ્વાસ અને એ જ ઊંડી નિકટતા ફરી અનુભવાઈ… આ બંધન હંમેશા તેની મીઠાશ અને તાકાત સાથે રહે.’
