બોબી દેઓલ માટે ‘એનિમલ’ બાદથી માહોલ સેટ થઇ ગયો છે. તે એક પછી એક ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. બોલિવૂડ જ નહીં, તેણે સાઉથ ફિલ્મોમાં પણ ખૂંખાર વિલન બનીને ધૂમ મચાવી દીધી છે. આ દરમિયાન જે અભિનેત્રી સાથે આશ્રમ વેબ સીરીઝમાં ઇશ્ક લડાવ્યો હતો તે ચર્ચામાં આવી છે. આશ્રમ વેબ સિરીઝમાં બંનેના દ્રશ્યો ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા.
‘આશ્રમ’ની બબીતા ભાભી લાંબા સમયથી તેની તસવીરોને કારણે સમાચારમાં છે. અભિનેત્રીની સુંદરતા, સ્ટાઇલ, ગ્લેમર અને ફિટનેસ એટલી જબરદસ્ત છે કે તે બોલિવુડ અને ટીવીની ઘણી હસીનાઓને પાછળ છોડે છે. અભિનેત્રી પહેલાથી ઘણી બદલાઈ ગઈ છે. હાલમાં તે શું કરે છે તે જાણો…’આશ્રમ’ ની બબીતા ભાભીનો રોલ એક્ટ્રેસ ત્રિધા ચૌધરીએ ભજવ્યો હતો. આ 31 વર્ષીય અભિનેત્રીની ફિલ્મ ‘સો લોંગ વેલી’ હાલમાં જ 25 જુલાઈના રોજ રિલીઝ થઈ છે.
ફિલ્મની કહાની શિમલાથી મનાલી જતા રસ્તે એક છોકરીના ગુમ થવા પાછળના રહસ્યના સ્તરો ખોલે છે. ફિલ્મમાં ત્રિધા ચૌધરી એક મજબૂત મહિલા પાત્ર, પોલીસ ઇન્સ્પેક્ટરની ભૂમિકા ભજવી રહી છે.તેણે કહ્યુ હતુ કે લોકો મને આશ્રમથી અલગ અવતારમાં ઓળખે છે, પરંતુ આ ફિલ્મમાં મારી ભૂમિકા સંપૂર્ણપણે નવી અને પડકારજનક છે.
આ ફિલ્મ મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ પર એક નવો દ્રષ્ટિકોણ રજૂ કરે છે અને દર્શકોને વિચારવા માટે મજબૂર કરશે. સૌર્ય સ્ટુડિયોના બેનર હેઠળ બનેલી આ ફિલ્મની વાર્તા અને પટકથા માન સિંહે પોતે લખી છે. આ ફિલ્મ હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશના વિવિધ સ્થળોએ શૂટ કરવામાં આવી છે. ફિલ્મો અને વેબ સીરીઝ ઉપરાંત તે મ્યુઝિક વીડિયોમાં પણ દેખાય છે. તે સતત ઘણા વીડિયો સાથે ધૂમ મચાવી ચૂકી છે.
અભિનેત્રી સોશિયલ મીડિયાથી પણ ઘણી કમાણી કરે છે. તે ઘણીવાર વેકેશનના ફોટોઝ શેર કરે છે. જો કે, તે પહેલા કરતા વધુ ફિટ થઈ ગઈ છે. આશ્રમ સિવાય તેને બંદિશ બૈંડિટ્સ માટે પણ લોકોનો ઘણો પ્રેમ મળ્યો છે. વાસ્તવમાં, ત્રિધા બંગાળની રહેવાસી છે. હિન્દી ઉપરાંત, તેણે બંગાળી, હિન્દી, મલયાલમ, તેલુગુ અને તમિલ ફિલ્મોમાં કામ કર્યું છે. ત્રિધા ફિલ્મો કરતાં સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ છે.
તેને ઇન્સ્ટાગ્રામ પર 30 લાખથી વધુ લોકો ફોલો કરે છે. તે પ્રમોશનલ કન્ટેન્ટ પણ અપલોડ કરે છે. અભિનેત્રીની સુંદરતાના ચાહકો ખૂબ વખાણ કરે છે. બહુ ઓછા લોકો જાણે છે કે ત્રિધા ચૌધરી પહેલા ટીવી ડેબ્યૂ કરી ચૂકી હતી. તે સ્ટાર પ્લસના શો દહેલીઝમાં જોવા મળી હતી. અભિનેત્રી જેની સાથે કામ કરવા માંગે છે તે બોલિવૂડ અભિનેતા વરુણ ધવન છે. ત્રિધા તેને ખૂબ પસંદ કરે છે.
‘આશ્રમ 4’ વિશે વાત કરીએ તો, સમાચાર મુજબ, ‘આશ્રમ 4’ વર્ષ 2025 માં MX પ્લેયર પર રિલીઝ થશે. જોકે ‘આશ્રમ 4’ વિશે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી, પરંતુ એવી અપેક્ષા છે કે નિર્માતાઓ ખૂબ જ ટૂંક સમયમાં તેની રિલીઝ તારીખ જાહેર કરશે.
