એક મહિલાએ તેના પતિને છૂટાછેડા આપીને તેના સાવકા દીકરા સાથે લગ્ન કર્યા અને બે બાળકોની માતા બની. આ 37 વર્ષીય મહિલાનું નામ મરિના બાલમાશેવા (Marina Balmasheva) છે. મરિના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે અને રશિયાની રહેવાસી છે. તેણે 23 વર્ષીય સાવકા દીકરા વ્લાદિમીર શાવિરિન (Vladimir Shavyrin) સાથે લગ્ન કર્યા હતા.(તમામ તસવીરો : ઇન્સ્ટાગ્રામ)
મરિનાના લગ્નની તે સમયે ખૂબ ચર્ચા થઈ હતી. પતિ એલેક્સી શાવિરિન (Alexey Shavyrin) સાથે છૂટાછેડા લીધા બાજ મરિના તેના સાવકા દીકરા વ્લાદિમીરના પ્રેમમાં પડી હતી અને પછી બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. ‘ધ મિરર’ના અહેવાલ મુજબ, મરિના અને વ્લાદિમીર પહેલીવાર ત્યારે મળ્યા હતા જ્યારે વ્લાદિમીર માત્ર 7 વર્ષનો હતો.
હકીકતમાં, મરિનાએ 2007 માં એલેક્સી (47) સાથે લગ્ન કર્યા હતા અને ત્યારથી વ્લાદિમીર તેની સાથે રહેતો હતો. 10 વર્ષનાં લગ્ન પછી, મરિનાએ એલેક્સીને છૂટાછેડા આપી દીધા અને પછી 3 વર્ષ પછી, તેણે તેના સાવકા દીકરા વ્લાદિમીર સાથે લગ્ન કર્યા. લગ્ન સમયે, મરિનાનું વજન વધારે હતું. તેથી મરિનાએ પોતાનું વજન ઘટાડવા અને આકર્ષક દેખાવા માટે પ્લાસ્ટિક સર્જરી કરાવી.
એટલું જ નહીં, તેણે પોતાનું વજન પણ ઘણું ઘટાડ્યું. તેણે ઇન્સ્ટાગ્રામ પર પોતાની વજન ઘટાડવાની સફર વિશે જણાવ્યું પણ હતુ. મરિના ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ લોકપ્રિય છે. તેના લાખો ફોલોઅર્સ છે. તે ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર તેના પતિ અને બાળકો સાથેના ફોટા શેર કરે છે.
