જ્યોર્જિયા એન્ડ્રિયાની લાંબા સમયથી બોલિવૂડમાં કારકિર્દી બનાવવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ તે હજુ સુધી તેમાં સફળ થઈ નથી. અરબાઝ ખાન સાથે રિલેશનને લઇને તે ઘણી સમાચારમાં રહી છે. પ્રખ્યાત મોડેલ જ્યોર્જિયા એન્ડ્રિયાની હજુ સુધી કોઈ બોલિવૂડ ફિલ્મમાં દેખાઈ નથી, પરંતુ તે કોઈપણ અભિનેત્રી કરતા ઓછી ચર્ચામાં નથી રહેતી.
જ્યોર્જિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે પોતાના અદભુત અને ગ્લેમરસ ફોટા શેર કરીને હેડલાઇન્સમાં રહે છે. ફિલ્મોની દ્રષ્ટિએ તેનું નસીબ સારું નથી એમ કહેવું ખોટું નહીં હોય. તેણે શ્રેયસ તલપડે સાથે ‘વેલકમ ટુ બજરંગપુર’ માં કામ કર્યું હતું પરંતુ આ ફિલ્મ ચાલી નહિ. જો કે જ્યોર્જિયા તેની તસવીરોને લઇને ખૂબ હેડલાઇન્સમાં રહે છે.
હાલમાં પણ તેની કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે જેમાં તે બ્લેક રીવિલિંગ ડ્રેસમાં જોવા મળી રહી છે. આ લુકમાં તે કાતિલાના પોઝ પણ આપી રહી છે. જણાવી દઇએ કે, જ્યોર્જિયા એન્ડ્રિયાની એક ઇટાલિયન અભિનેત્રી અને મોડેલ છે જે સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાન સાથે ડેટિંગ કરવાને કારણે ખૂબ સમાચારમાં રહી હતી.
મલાઇકા અરોરા બાદ અરબાઝ અને જ્યોર્જિયા એન્ડ્રિયાની ડેટિંગ કરતા હતા, પણ તેમનો આ સંબંધ લાંબો ચાલ્યો નહિ અને બ્રેકઅપ થઇ ગયુ. હવે અરબાઝ ખાને બીજા લગ્ન કરી લીધા છે મેકઅપ આર્ટિસ્ટ શૂરા સાથે…જ્યોર્જિયાની વાત કરીએ તો તે ઇટાલીની રહેવાસી છે. તેનું બાળપણ લંડન અને ઇટાલીમાં વિત્યું.
અભ્યાસ પૂર્ણ કર્યા પછી, તેણે મોડેલિંગ શરૂ કર્યું અને પછી તેણે ઘણી જાહેરાતો માટે શૂટિંગ કર્યું છે. જ્યોર્જિયાએ 2017માં ગેસ્ટ ઇન લંડનથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ પછી, તે જ વર્ષે, તે આઈ લવ યુ ટ્રુલીમાં પણ જોવા મળી હતી. ફિલ્મો ઉપરાંત, તે ઘણા આઇટમ ગીતોમાં પણ જોવા મળી છે.
