હે રામ ! આ કેવું મોત ! રાત્રે કામ પરથી આવીને મીઠી ઊંઘ માણી રહ્યો પરિવાર, રેતી ભરેલી ટ્રક તેમના પર પલટી, 8 લોકોના મોત

રેતી ભરેલી ટ્રક ઝૂંપડીની બહાર સુઈ રહેલા પરિવાર પર પલટી, એક જ પરિવારના 8 લોકોના મોત, માત્ર 1 દીકરી બચી, તેની પણ હાલત ગંભીર

Truck Overturns On Hut, 8 Killed : ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં રસ્તાની બાજુના ઝૂંપડામાં રહેતા એક પરિવાર પર રેતી વહન કરતી ટ્રક પલટી મારી ગઈ હતી. જેના કારણે આખો પરિવાર ટ્રકની નીચે દબાઈ ગયો હતો. રેતી અને ટ્રક હટાવી નીચે દટાયેલા લોકોને બહાર કાઢી શકાય ત્યાં સુધીમાં ચાર બાળકો સહિત કુલ આઠ લોકોના મોત થયા હતા. આ ઘટના લગભગ 1 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે.

મીડિયા રિપોર્ટ અનુસાર જે ટ્રકની નીચે લોકો દટાયા હતા તે ટ્રક ગંગાના કિનારેથી રેતી લઈને હરદોઈ જઈ રહી હતી. આ દરમિયાન ટ્રક કોઈક રીતે કાબુ બહાર જઈને વળાંક પર પલટી ગઈ હતી, જેના કારણે આ કરૂણ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રકની નીચે દટાયેલા લોકોને કોઈક રીતે બહાર કાઢ્યા હતા. પરંતુ એક બાળકી સિવાય તમામના મોત થયા હતા.

આ અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ હતી. આ ઘટના મલ્લવાન નગરના ઓક્ટ્રોય નંબર 2 પર બની હતી. વાસ્તવમાં, બલ્લા અહીં તેના પરિવાર સાથે ઝૂંપડીમાં રહેતો હતો. દરરોજની જેમ મંગળવારે રાત્રે પણ પરિવાર રસ્તાના કિનારે સુતો હતો. બુધવારે મોડી રાત્રે  હદીઘાટ કન્નૌજથી હરદોઈ જઈ રહેલી રેતી ભરેલી ટ્રક એક ઝૂંપડી પર પલટી ગઈ હતી. ઘટના સમયે તમામ લોકો સૂતા હતા અને રેતી નીચે દટાઈ ગયા હતા.

શરૂઆતમાં કોઈને ખબર ન હતી કે લોકો ટ્રકની નીચે દટાયા છે. પરંતુ પછી ખબર પડી કે બલ્લાનો પરિવાર અહીં રહે છે, જેથી તરત જ પોલીસને જાણ કરવામાં આવી અને રેતી કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી. જેસીબી ટ્રક દ્વારા રેતી ઉપાડવામાં આવતાં બલ્લાનો પરિવાર તેની નીચે દટાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતાં જ ડીએમ એસપી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘટનાસ્થળે જઈને જરૂરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.

Niraj Patel