દિવાળીના અવસર પર રીલિઝ થયેલી ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા 3’ એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. ફિલ્મ 200 કરોડ રૂપિયાથી પણ વધારે કમાણી કરી ચૂકી છે. એવામાં મેકર્સે ફિલ્મની સક્સેસ પાર્ટી હોસ્ટ કરી હતી. જેમાં ફિલ્મ સાથે જોડાયેલા અનેક સ્ટાર્સ પહોંચ્યા હતા પરંતુ તૃપ્તિ ડિમરીની સ્ટાઈલ ટોક ઓફ ધ ટાઉન બની હતી. હસીના ડીપ નેક ડ્રેસમાં પહોંચી હતી અને આ સાથે આ આઉટફિટમાં કટ શર્ટ જોઇન્ટ કરેલો હતો.
આ લુકમાં તેની સ્ટાઈલ એકદમ અનોખી લાગતી હતી, તૃપ્તિની એન્ટ્રી થતા બધાની નજર તેના પર જ અટકી ગઇ હતી. તૃપ્તિ ભૂલ ભુલૈયા 3ની સક્સેસ પાર્ટીની જાન લાગી રહી હતી. તેણે પોતાના બ્લેક આઉટફિટથી બધાને પ્રભાવિત કર્યા. તૃપ્તિનો બ્લેક બોડીકોન ડ્રેસ યુનિક હતો, જેમાં તે ખૂબ જ સુંદર અને બોલ્ડ લાગી રહી હતી. તૃપ્તિની આ સ્ટાઈલને ચાહકોએ ખૂબ જ પસંદ કરી.
તૃપ્તિની તસવીરો સોશિયલ મીડિયા પર આવતા જ વાયરલ થઈ ગઇ. હસીના સૂર્યા સરકારની કસ્ટમ બ્લેક બોડીકોન ડ્રેસ પહેરી આવી હતી, જેની ડીપ નેકલાઇનથી વ્હાઇટ ફેબ્રિકને અટેચ કરવામાં આવ્યુ હતુ, જે કટ શર્ટ જેવું લાગી રહ્યુ હતુ. જેના કોલર અને બટન ખુલ્લા હતા. પણ હસીનાના આઉટફિટનો સૌથી યુનિક પાર્ટ નૂડલ સ્ટ્રેપ છે, જેમાં એક ખભા પર ઉપરથી ઉઠેલ છે અને બીજી જોતા એવું લાગે કે ઉતરીને નીચે આવી ગઇ છે.
પરંતુ આવું કંઇ નહોતુ, આ તેની ડિઝાઇન છે. તૃપ્તિએ પોતાના લુકને બેઝિક એક્સેસરીઝ સાથે સ્ટાઇલ કર્યો હતો. તે Christian Louboutin ના કંડોરા સ્ટ્રેપ 11mm સ્ટૈપી પંપ પહેરેલી જોવા મળી હતી. એક્ટ્રેસે મેકઅપને ન્યૂડ ગ્લોસી રાખ્યો હતો અને હેર સ્ટાઇલને સોફ્ટ વેવી ટચ આપ્યો હતો. ઓવરઓલ તૃપ્તિ આ લુકમાં બોલ્ડ અને ગોર્જિયસ લાગી રહી હતી.
View this post on Instagram