દીદીને પુરુષો અને અલ્ટો કાર બંનેથી નફરત છે !!! વાઇરલ વીડીઓ પર યુઝર્સે આપી કંઈક આવી પ્રતિક્રિયા

એવો એક પણ દિવસ નથી કે જ્યારે લોકો પોતાનું મનોરંજન કરવા માટે સોશિયલ મીડિયાના રસ્તાઓ પર ન જાય. આજના સમયમાં, સોશિયલ મીડિયાનો ઉપયોગ ખૂબ જ સામાન્ય થઈ ગયો છે અને તમે પણ કોઈને કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હશો જ. આપણે જોતાં હોઈએ છીએ કે અવારનવાર સોશિયલ મીડિયામાં અવનવા વીડીઓ વાઇરલ થતાં હોય છે.અમુક કોમેડી હોય છે, અમુક ચોંકાવનારા વીડીઓ પણ સામે આવતા હોય છે. તો કોઈ હસીને લોથપોથ કરી નાખે તેવા પણ હોય છે. હાલમાં એક વીડીઓ વાઇરલ થઈ રહ્યો છે અને તેને જોયા પછી તમને સમજાશે નહીં કે તેના વિશે શું કહેવું. વીડીઓ જોઈને તમને હસું આવશે અથવા આશ્ચર્ય થશે.


હાલમાં વાયરલ થઈ રહેલા વીડીઓમાં જોવા મળી રહ્યું છે કે એક કાર એક જગ્યાએ પાર્ક કરેલી છે અને તેમાંથી એક માણસ બહાર આવીને ઉભો છે. કારની પાછળ એક સ્કૂટર પાર્ક કરેલું હોય છે અને પછી એક છોકરી તેના સ્કૂટર પર આવે છે અને સ્કૂટર અને કાર બંનેને ટક્કર મારે છે. જોકે લોકોએ બહુ પ્રતિક્રિયા આપી નહીં અને આ પછી કાર ચલાવનાર વ્યક્તિ કારમાંથી બહાર નીકળી નીકળે છે.અને અચાનક ફરી કઈક એવું જ બને છે. આ કારણોસર આ વીડીઓ વાઇરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Troubled Legacy (@troubled.legacy)


આ વીડીઓ ઇન્સ્ટાગ્રામ પર troubled.legacy નામના એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયો પર લખ્યું છે કે, ‘દીદીને પુરુષો અને અલ્ટો કાર બંનેથી નફરત છે.’ હાલ આ વીડીઓ ખૂબ વાઇરલ થઈ રહ્યો છે, સાથે જ યુઝરસ કમેન્ટો પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- આપણે તેના કારણે બદનામ છીએ. બીજા એક યુઝરે લખ્યું – મારી સાથે આવી ઘટના બની જ્યારે અમે હમણાં જ સ્કૂટર ચલાવતા શીખ્યા હતા, ત્યારે હું બ્રેક લગાવવાને બદલે રેસ ચક લગાવતો હતો. ત્રીજા યુઝરે લખ્યું – ભાઈ, તમારે તેને પહેલા બહાર જવા દેવો જોઈતો હતો, તેને બહાર આવવાની શું જરૂર હતી? તે જ સમયે, ઘણા યુઝર્સે હાસ્યજનક પ્રતિક્રિયાઓ આપી છે.

Previous Article

સિક્સ ફટકાર્યા બાદ બલ્લેબાજ સાથે થઇ ગઇ મોટી અનહોની, પિચ પર જ ઢળી પડ્યા બાદ થયુ મોત

Next Article

હદ થઈ ગઇ ! રડતી રહી સગીર દીકરી પણ માએ કહ્યુ બધુ કરવું જ પડશે...મહિલા નેતાએ BF પાસે કરાવ્યો સગી દીકરીનો રેપ

error: Protected Content!