ટ્રાવેલ ઇન્ફ્લુએન્સરે ભાગીને કર્યા કોર્ટ મેરેજ, પિંક ફ્લોરલ સાડીમાં બની ખૂબસુરત દુલ્હન
આ મશહૂર ઇન્ફ્લુએન્સરે બોયફ્રેન્ડ સાથે ભાગીને કર્યા લગ્ન, સસ્તી સાડી સાથે 3D ફૂલોવાળા બ્લાઉઝે યુનિક બનાવ્યો લુક
મશહૂર ટ્રાવેલ ઇન્ફ્લુએન્સર તાન્યા ખાનિજોવના લગ્ન ઘણા સમયથી ચર્ચામાં છે. તેણે તેના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ ઈશાન સાથે ભાગીને લગ્ન કર્યા. બંનેએ પોતાના લગ્નને એડવેંચરસ બનાવવા માટે કોર્ટ મેરેજ કરવાનો પ્લાન બનાવ્યો. તાન્યાએ લગ્નની તસવીરો સાથે કેપ્શન લખ્યું, ‘અમે અમારા પરિવારના સભ્યો સાથે ભાગી લગ્ન કર્યા.’ તાન્યાની લગ્નની તસવીરો સાથે સાથે વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે જેમાં તેનો પતિ ઈશાન કહે છે કે તેમના લગ્ન નથી થઇ રહ્યા…પણ આવું કેમ? ચાલો તમને જણાવીએ.
કપલે એક વીડિયોમાં જણાવ્યું કે તેમણે 30 દિવસ પહેલા કોર્ટમાં લગ્ન માટે અરજી દાખલ કરી હતી, પરંતુ તેઓ લગ્ન માટે આપવામાં આવેલા સમય કરતા થોડા મોડા પહોંચ્યા. તેમને કહેવામાં આવ્યું હતું કે જો પ્રોસેસ 12:30 પહેલા શરૂ નહીં થઇ તો લંચ બ્રેક પછી તેમના લગ્ન 4:30 વાગ્યા સુધી સ્થગિત થઇ જશે. તેમના મતે કોર્ટ મેરેજ એટલા સરળ નથી જેટલા લાગે છે.
ઈશાને એ વાતનો પણ અફસોસ વ્યક્ત કર્યો કે તે ઈચ્છે છે કે તેઓ બંનેએ તેમના લગ્નમાં થોડા વધુ પૈસા ખર્ચ્યા હોય અને લગ્નના રજિસ્ટ્રારને ઘરે અથવા સ્થળ પર બોલાવ્યા હોત. જો કે, તેઓએ લગ્ન ખૂબ જ સિંપલ રાખવાનું પસંદ કર્યું હતુ. જો કે તેઓ સમયસર કોર્ટમાં પહોંચી ગયા અને તેમના લગ્નની પ્રક્રિયા 12:30 પહેલા શરૂ થઈ ગઈ, આ બધું હોવા છતાં, તેમણે અને તેમના પરિવારના સભ્યોએ કોર્ટ મેરેજનો ભરપૂર આનંદ માણ્યો. જણાવી દઈએ કે, તાન્યાએ તેના લગ્ન સમયે સાડી પહેરી હતી, જે ખૂબ જ સુંદર હતી.
તાન્યાએ ગુલાબી રંગની ફ્લોરલ સાડી પહેરી હતી, જેની ચારે બાજુ સીપ વાળી બોર્ડર લાગેલી હતી, જે સાડીને યુનિક લુક આપી રહી હતી. આ સાથે તેણે બ્રાઇડલ લુકને કંપલીટ કરવા હીરા અને મોતીની જ્વેલરી કેરી કરી હતી. રીપોર્ટ્સ અનુસાર તાન્યાની સાડીની કિંમત 59,900 રૂપિયા છે. ઇશાનની દુલ્હન બનવા માટે તાન્યાએ ડિઝાઇનર ગઝલ ગુપ્તાની સાડી પહેરી હતી. તેની ફ્લોરલ સાડી ખૂબ જ સુંદર હતી અને આ સાડીને તેણે 3D ફૂલોવાળા સ્લીવલેસ બ્લાઉઝ સાથે સ્ટાઇલ કરી હતી.
સ્લીવ્સને બદલે આ બ્લાઉઝમાં ગ્રીન-પિંક અને વ્હાઇટ રંગના મોતીની લેસ હતી. તાન્યાએ આ લુક સાથે અનોખી બ્રેઇડેડ બન હેરસ્ટાઇલ બનાવી હતી. જ્યારે તાન્યા ગુલાબી ફ્લોરલ સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી, ત્યાં તેનો દુલ્હો ઈશાન બ્લશ પિંક કુર્તા અને વ્હાઇટ પાયજામામાં હેન્ડસમ લાગી રહ્યો હતો. તાન્યા અને ઈશાનની કેમિસ્ટ્રી તેમની તસવીરો અને વીડિયોમાં અદ્ભુત લાગી રહી છે. બંને એકબીજામાં ખોવાયેલા જોવા મળે છે.ઉલ્લેખનીય છે કે તાન્યા ભારતની સૌથી લોકપ્રિય કંટેટ ક્રિએટરોમાંની એક છે.
આ હસીનાએ એક સમયે જાહેરાતમાં કામ કર્યું હતું, પરંતુ કન્ટેન્ટ ક્રિએટર બનવા માટે તેણે 9 to 5 નોકરી છોડી દીધી હતી. તેના ટ્રાવેલ વ્લોગ દ્વારા, તાન્યા મુખ્યત્વે પ્રવાસીઓ માટે ટિપ્સ, યુક્તિઓ, પ્રવાસ યોજનાઓ અને હેક્સ શેર કરે છે. ડિજિટલ ક્રિએટરના ઇન્સ્ટાગ્રામ પર એક મિલિયનથી વધુ ફોલોઅર્સ છે અને યૂટયૂબ પર 19 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે. તે 40થી વધુ દેશોની મુલાકાત લઇ ચૂકી છે અને ભારતના દરેક ખૂણાની મુલાકાત તેણે લીધી છે.
હાલમાં તાન્યા તેના જીવનના શ્રેષ્ઠ તબક્કામાંથી પસાર થઈ રહી છે, તેણે તેના ટ્રાવેલ પાર્ટનર ઈશાનને પોતાનો જીવનસાથી બનાવ્યો અને આ લવબર્ડ્સે તેમના સંબંધોને એક ડગલુ આગળ લઇ જઇ લગ્ન કરવાનું નક્કી કર્યું. જો કે ઇન્ફ્લુએન્સરે વૈભવી લગ્ન સમારોહની જગ્યાએ સિંપલ વેડિંગ પસંદ કર્યા અને બોયફ્રેન્ડ ઈશાન સાથે કોર્ટ મેરેજ કરવાનું નક્કી કર્યું. બંનેએ પરિવાર સાથે ભાગીને લગ્ન કર્યા.
View this post on Instagram
8 એપ્રિલ 2023ના રોજ તાન્યાનો બોયફ્રેન્ડ ઈશાન જોશી, કે જે ઘણી વખત તેની સાથે ટ્રિપ પર જાય છે, તે તાન્યાને પ્રપોઝ કરવા માટે ઘૂંટણિયે પડી ગયો. તાન્યાએ ઈશાન સાથે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી અને જાહેર કર્યું કે તેના બોયફ્રેન્ડે તેને બર્ફ અને ઉત્તરી રોશની વચ્ચે એક સુંદર રાત્રે પ્રપોઝ કર્યું હતું. જીવનની આ ખાસ ક્ષણને યાદ કરીને હૃદયસ્પર્શી પોસ્ટ કરતા તેણે લખ્યુ- “શરૂઆતી 20ના દાયકામાં સંબંધોમાં વિશ્વાસ ન કરવાથી લઇને આ છોકરાના આવવા અને મને પોતાની બનાવવા સુધી…
View this post on Instagram
હું આ રાત્રે એટલી રડી કે મારો ચહેરો જામી ગયો ! મેં ક્યારેય વિચાર્યું ન હતું કે ભવિષ્યમાં એવી કોઈ રાત હશે જ્યારે મારો બોયફ્રેન્ડ મને પ્રપોઝ કરશે. કેટલીક વસ્તુઓે પ્લાન નથી હોતી, તે બસ થઇ જાય છે અને તે સૌથી સારા પળ હોય છે જેને તમે જીવનભર યાદ રાખો છો.”
View this post on Instagram