મંગળવારે ટ્રેડિંગના છેલ્લા સત્રમાં શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી, ત્યારબાદ બંને ઇંડેક્સ 1 ટકાથી વધુ ફિસલી બંધ થયા હતા. બજારમાં આ ઘટાડાથી રોકાણકારોને રૂ.5 લાખ કરોડથી વધુનું નુકસાન થયું. ત્યાં બુધવારે પણ શેરબજારમાં દબાણ જારી છે. બપોરે એક વાગ્યા આસપાસ સેન્સેક્સ 480 પોઈન્ટથી વધુ ઘટીને 78,190 પર ટ્રેડ કરી રહ્યો હતો જ્યારે નિફ્ટી 176 પોઈન્ટના ઘટાડા સાથે 23,707 પર ટ્રેડ કરી રહ્યો હતો.
આવી સ્થિતિમાં બંને ઇંડેક્સ પર ભારે દબાણને કારણે ઘણા શેરોમાં ઘટાડો નોંધવામાં આવી રહ્યો છે, જેમાં ઉર્જા ક્ષેત્રના પ્રખ્યાત સ્ટોક સુઝલોન એનર્જીનો પણ સમાવેશ થાય છે. બુધવારે સુઝલોન એનર્જીનો શેર લગભગ 7-8 ટકા ઘટી 54.55 પર પહોંચ્યો. છેલ્લા પાંચ દિવસમાં આ કંપનીના શેરના ભાવમાં 20 ટકાથી વધુનો ઘટાડો થયો છે, જ્યારે એક મહિનાના ગાળામાં 25 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે.
સુઝલોનના શેરમાં સતત ઘટાડાથી રોકાણકારોનું ટેન્શન વધી રહ્યુ છે. જણાવી દઈએ કે આ સ્ટોક તેના ઓલ ટાઈમ હાઈથી લગભગ 37 ટકા નીચે ટ્રેડ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે સુઝલોન એનર્જી રોકાણકારોમાં ખૂબ પ્રખ્યાત છે અને તેણે છેલ્લા મહિનાઓમાં સારું વળતર આપ્યું છે. સુઝલોન એનર્જી શેરે છેલ્લા છ મહિનામાં 44 ટકાથી વધુ વળતર આપ્યું છે, જ્યારે એક વર્ષના ગાળામાં નફો 42 ટકાથી વધુ રહ્યો છે.
નાણાકીય વર્ષ 2024-25 (Q2 FY25) માટે તેના બીજા ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે 95.72 ટકા વૃદ્ધિ નોંધાવી છે, નફો રૂ. 200.20 કરોડ હતa, જ્યારે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં રૂ.102.29 કરોડ હતો. કામગીરીમાંથી આવક 47.68 ટકા વધીને Q2FY25માં રૂ. 2,092.99 કરોડ થઈ છે જે ગયા વર્ષના સમાન ગાળામાં રૂ. 1,417.21 કરોડ હતી.