હે ભગવાન, આ તો છોકરાઓ સાથે અન્યાય થઇ રહ્યો છે…મેકઅપનો વીડિયો જોઇ તમે પણ રહી જશો હેરાન

સોશિયલ મીડિયા પર દરરોજ અસંખ્ય વીડિયો લોકો પોસ્ટ કરે છે અને તેમાંથી કેટલાક વાયરલ પણ થાય છે. એમાંથી એવા વીડિયો એવા હોય છે જે મોટાભાગના લોકોનું ધ્યાન ખેંચે છે અથવા તો એ જોયા પછી લોકોની આંખો પહોળી રહી જાય છે. હાલમાં પણ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

જેમાં જોવા મળે છે કે એક છોકરીનો મેકઅપ થઈ રહ્યો છે. તે છોકરી શ્યામ છે અને ગરદન સુધી મેકઅપ કરવામાં આવ્યો છે. તે છોકરીના ગરદનનો રંગ અને તેના ચહેરાનો રંગ સંપૂર્ણપણે અલગ છે અને જ્યારે તમે તફાવત જોશો, ત્યારે તમે સંપૂર્ણપણે આશ્ચર્યચકિત થઈ જશો. આ પછી એવું જોવા મળે છે કે તે છોકરીના ચહેરા પર એ જ મેકઅપ થઈ રહ્યો છે,

પરંતુ તમે આજ સુધી આવો મેકઅપ જોયો નહીં હોય અને આ જ કારણ છે કે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો X પર @JatSaroj6828 નામના એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. વિડીયો પોસ્ટ કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે, ‘હે ભગવાન, આ છોકરાઓ સાથે અન્યાય છે.’

Shah Jina
error: Unable To Copy Protected Content!