હાલમાં જ અમદાવાદમાંથી બે દિવસ પહેલા ધોરણ-3માં અભ્યાસ કરતી બાળકીનું કાર્ડિયાક એરેસ્ટથી મોત નિપજ્યું હોવાનું સામે આવ્યુ હતું. ત્યારે હવે સુરતમાંથી આવી જ એક ઘટના બની. પલસાણાના તાતીથૈયામાં 9 વર્ષીય બાળકી જમવા બેઠી હતી તે દરમિયાન અચાનક ઢળી પડી અને તેનું મોત નિપજ્યુ. જો કે પોસ્ટમોર્ટમ બાદ મોતનું સાચું કારણ સામે આવશે.
મૃતક બાળકીનું નામ રીયા પાસવાન હોવાનું સામે આવ્યુ છે. જ્યારે રીયા જમવા બેઠી હતી ત્યારે અચાનક જમતા જમતા જમીન ઉપર ઢળી પડી. આ મામલે હાલ તો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૂળ મધ્યપ્રદેશના અને હાલમાં પલસાણાના તાતીથૈયા ખાતે વીકે પાર્ક સોસાયટીમાં રહેતા મુકેશ પાસવાન પરિવાર સાથે જમવા બેઠા હતા તે દરમિયાન દીકરી રિયા જમતા જમતા ઢળી પડી.
જો કે તેને સારવાર અર્થે નજીકની સંજીવની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પણ ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરી હતી. આ ઘટનાથી પરિવાર શોકમાં મુકાયો છે. હજુ તો પાંચ મહિના પહેલા જ પરિવાર વતનથી અહીં રહેવા આવ્યો હતો.