અથિયા-KLરાહુલના લગ્નમાં ઇમોશનલ થયો સુનીલ શેટ્ટી, ફેરા સમયે ન રોકી શક્યો આંસુ, નવી તસવીરો આવી સામે જુઓ ફટાફટ

સુનીલ શેટ્ટીની દીકરી અથિયા શેટ્ટી 23 જાન્યુઆરીના રોજ ટીમ ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર કેએલ રાહુલ સાથે લગ્નના બંધનમાં બંધાઇ છે. બંનેના લગ્ન સુનીલ શેટ્ટીના ખંડાલા સ્થિત ફાર્મ હાઉસમાં થયા હતા. સેરેમની પૂરી થયા બાદ કપલે મીડિયા સામે આવી પોઝ પણ આપ્યા હતા. ત્યારે હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે દીકરી અથિયાના લગ્ન વખતે પિતા સુનીલ શેટ્ટી ભાવુક થઈ ગયા હતા અને પોતાને રડતા રોકી શક્યા નહોતા.

અભિનેતા સુનીલ શેટ્ટીએ પોતાની દીકરી અથિયાનો હાથ રાહુલના હાથમાં આપ્યો. આ સાથે હવે સુનીલ શેટ્ટી સસરા બની ગયા છે. આ ખાસ અવસર પર સુનીલ શેટ્ટી ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા. આ દરમિયાન, બોલિવૂડ લાઈફના સમાચાર મુજબ પુત્રી આથિયાના ફેરા દરમિયાન સુનીલ શેટ્ટી ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે આથિયા શેટ્ટી તેના પાર્ટનર કેએલ રાહુલ સાથે ફેરા લઈ રહી હતી

ત્યારે સુનીલ શેટ્ટીની આંખો નમ ગઈ હતી. તે સમયે તે પોતાને રડતા રોકી શક્યા નહીં. આ સ્વાભાવિક પણ છે કારણ કે એક પિતા માટે દીકરીના લગ્નની ક્ષણ ખૂબ જ ખાસ અને ભાવનાત્મક હોય છે. કારણ કે પિતા એ વ્યક્તિ છે જે નાનપણથી લઈને લગ્ન સુધી દીકરીની સંભાળ રાખે છે. પિતા બનીને સુનીલ શેટ્ટીએ દીકરી આથિયા શેટ્ટીના લગ્નની તમામ તૈયારીઓ પૂરજોશમાં કરી હતી. આ દરમિયાન સુનીલ શેટ્ટીએ લગ્નના ફંક્શન માટે દરેક વસ્તુની ખાસ વ્યવસ્થા કરી હતી.

પછી ભલે તે મીડિયા પેપરાજીને શુભેચ્છા પાઠવવાનું હોય, લગ્નના ફંક્શનને ખાસ બનાવવાનું હોય. અથિયા અને કેએલ રાહુલના લગ્નના આગળના દિવસે સુનીલ શેટ્ટી એ પહેલા વ્યક્તિ હતા જેમણે લગ્ન વિશે મીડિયાને માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે જ્યારે પુત્રીના લગ્ન થયા ત્યારે સુનીલ શેટ્ટી બંગલામાંથી બહાર આવ્યા અને આ સમયે તેમનો પુત્ર અહાન શેટ્ટી પણ ત્યાં હાજર હતો. તેમણે તમામ મીડિયાકર્મીઓને મીઠાઈ પણ વહેંચી હતી.

આ દરમિયાન જ્યારે પેપરાજીએ તેમને અભિનંદન આપ્યા ત્યારે તેમણે હાથ જોડીને આભાર પણ માન્યો હતો. મીડિયા સાથેની વાતચીત દરમિયાન સુનીલ શેટ્ટીની લાગણીશીલ બાજુ પણ જોવા મળી હતી. તેમણે મીડિયાને કહ્યું કે કેએલ રાહુલ તેનો જમાઈ નથી, પરંતુ તેનો પુત્ર છે. તેણે એમ પણ કહ્યું કે તે સસરા નહિ પણ પિતા બનવા માગે છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Shah Jina