200 કરોડનો કેસ : જેકલીન ફર્નાંડિસને સુકેશ ચંદ્રશેખરે ગિફ્ટ કર્યો 52 લાખનો ઘોડો અને…આખરે બધું ખુલ્લું થઇ ગયું જુઓ

52 લાખનો ઘોડો, જેક્લીન પાછળ કરોડો ઉડાડતો હતો આ ઠગ ! બિલાડીનો ભાવ જાણીને કાનના પરદા ફાટી જશે

છેલ્લા ઘણા દિવસોથી બોલિવુડ અભિનેત્રી જેકલીન ફર્નાંડિસનું નામ ઘણુ ચર્ચામાં છે. છેલ્લા દિવસોમાં જ તેની મહાઠગ સુકેશ ચંદ્રશેખર સાથે કિસ કરતી રોમેન્ટિક તસવીર વાયરલ થઇ હતી અને તે બાદ હવે આ કેસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.

તિહાર જેલમાં બેસીને રૂ. 200 કરોડની વસૂલાત કરનાર મહાઠગ સુકેશ ચંદ્રશેખર વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ચાર્જશીટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. શનિવારે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવેલી ચાર્જશીટમાં તપાસ એજન્સીએ કહ્યું કે સુકેશે અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને 52 લાખની કિંમતનો ઘોડો અને 9 લાખની કિંમતની પર્શિયન બિલાડી ભેટમાં આપી હતી.

ચાર્જશીટ મુજબ પૂછપરછ દરમિયાન સુકેશ ચંદ્રશેખરે કહ્યું કે તેણે અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝને અત્યાર સુધીમાં 10 કરોડ રૂપિયાની ગિફ્ટ આપી છે, જેમાંથી 52 લાખ રૂપિયાની કિંમતનો ઘોડો અને 9 લાખ રૂપિયાની પર્શિયન બિલાડી ગિફ્ટ કરવામાં આવી છે. ચાર્જશીટમાં અભિનેત્રી નોરા ફતેહીના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નોરાને સુકેશ દ્વારા એક મોંઘી કાર ભેટમાં આપવામાં આવી હતી. ઈડી પહેલા જ જેકલીન અને નોરા બંનેની પૂછપરછ કરી ચૂકી છે.

મની લોન્ડરિંગ કેસમાં તપાસ એજન્સીએ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. આરોપ છે કે ચંદ્રશેખરે તિહાર જેલમાં બંધ એક બિઝનેસમેનની પત્ની પાસેથી 200 કરોડ રૂપિયાની ઉચાપત કરી હતી. ચાર્જશીટ મુજબ, સુકેશે જેકલીનને એક બિલાડી-ઘોડો, હીરાના આભૂષણો અને ઘણા મોંઘા ધાતુના ઘરેણાં આપ્યા છે. આ સિવાય જેકલીનને ગિફ્ટમાં એક કાર પણ મળી હતી. વાસ્તવમાં સુકેશે જેકલીનને ચાર પર્શિયન બિલાડીઓ ભેટમાં આપી હતી. એ બિલાડીની કિંમત 9 લાખ છે.

નોરા ફતેહીને સુકેશ દ્વારા એક BMW કાર અને એક iPhone ભેટમાં આપવામાં આવ્યો હતો, જેની કિંમત મળીને 1 કરોડ રૂપિયાથી વધુ છે. અહેવાલો છે કે નોરા ફતેહીએ સુકેશ ચંદ્રશેખરની પત્ની લીના મારિયા પોલ દ્વારા આમંત્રિત કર્યા પછી એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ ઈવેન્ટમાં નોરાને એક મોંઘી કાર ભેટમાં આપવામાં આવી હતી.

અગાઉ નોરા ફતેહીએ એક નિવેદન જારી કરીને દાવો કર્યો હતો કે તે મની લોન્ડરિંગની કોઈપણ પ્રવૃત્તિનો ભાગ નથી. નોરાના મેનેજરે કહ્યું હતું કે, “નોરા ફતેહી કેસની સાક્ષી હોવાને કારણે તપાસમાં અધિકારીઓને સહયોગ અને મદદ કરી રહી છે. અમે તે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે તે કોઈ મની લોન્ડરિંગ પ્રવૃત્તિનો ભાગ નથી, તે ફક્ત આરોપીને જાણે છે પરંતુ તેના આરોપી સાથે કોઈ અંગત સંબંધ નથી અને EDએ તેને કડક રીતે તપાસમાં મદદ કરવા માટે બોલાવી છે.

જેકલીને આ કેસમાં પૂછપરછ દરમિયાન ખંડણી કેસના મુખ્ય સૂત્રધાર સુકેશ ચંદ્રશેખર સાથે કોઈપણ સંબંધનો ઇનકાર કર્યો હતો. આવી સ્થિતિમાં છેલ્લા દિવસોમાં તેની બે તસવીર સામે આવી હતી, જે હવે તેના નિવેદન પર સવાલ ઉઠાવી રહી છે. તસવીરમાં, સુકેશ અરીસાની સામે ઊભેલો ફોટો ખેંચી રહ્યો છે, જ્યારે અભિનેત્રી તેના ગાલ પર કિસ કરતી જોવા મળે છે. આ સાથે તે સુકેશને ગળે લગાવતી પણ જોવા મળી રહી છે.

કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે આ તસવીર આ વર્ષના એપ્રિલ અને જૂનની છે, જ્યારે દિલ્હીની તિહાર જેલમાં બંધ સુકેશ વચગાળાના જામીન પર જેલમાંથી બહાર આવ્યો હતો. આ પહેલા અભિનેત્રીનો સુકેશ સાથેનો વધુ એક ફોટો પણ વાયરલ થયો હતો. આ તસવીરમાં સુકેશ જેકલીનને પ્રેમથી ગળે લગાવતો જોવા મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, સુકેશ વિરુદ્ધ ખંડણીના 15 કેસ નોંધાયેલા છે. વૈભવી જીવનના શોખીન સુકેશે બેંગ્લોર અને ચેન્નાઈમાં અનેક લોકો સાથે કરોડોની છેતરપિંડી કરી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ 200 કરોડની ખંડણીના કેસની તપાસ કરી રહી છે. આ કેસમાં અભિનેત્રી જેકલીનનું નામ સુકેશ સાથે જોડાયું હતું. જોકે, અભિનેત્રીએ સુકેશ સાથેના તેના સંબંધોને નકારી કાઢ્યા હતા.

Shah Jina