ખબર

બ્રેકીંગ ન્યુઝ: ST બસમાં મુસાફરી થઇ જાઓ સાવધાન : 4 મહાનગરોમાં નિયમ બદલાઈ ગયા જાણો

STમાં મુસાફરી કરતા પેસેંજરો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં કોરોનાના કેસ વધતા 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂનો સમયગાળો વધારાયો છે જેને પગલે સરકારના નિર્ણય બાદ ST વિભાગનો પણ મોટો નિર્ણય સામે આવ્યો છે.

4 મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રે 10 વાગ્યા બાદ બસો નહીં પ્રવેશે. ખાનગી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની બસોને પણ રાતે 10 વાગ્યા બાદ ચાર મહાનગરોમાં એન્ટ્રી નહીં મળે.

રાજ્ય સરકારે આ ચારેય મહાનગરોમાં મંગળવાર 16 માર્ચ સુધી રાત્રિ કરફ્યુના સમયની અગાઉની વ્યવસ્થા એટલે કે રાત્રે 12 થી સવારે 6 વાગ્યા સુધીની વ્યવસ્થા યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.

રાત્રી કરફ્યુના નિર્ણય પર એસટી વિભાગ સજ્જ બન્યું છે. જેમાં 4 મહાનગરોમાં રાત્રે 10 વાગ્યા બાદ બસો પ્રવેશ નહીં કરે, પેસેંજરોને રાત્રે 10 વાગ્યા બાદ ન નીકળવા એસટી નિગમની અપીલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મહાનગરો સિવાયના પેસેંજરોને રિંગરોડથી અન્ય સ્થળ પર લઇ જવાશે.

રાજ્યમાં ચૂંટણી બાદ કોરોનાનું સંક્રમણ વધી ગયું છે. જેના કારણે હવે પ્રતિબંધો લગાવતાં રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રે 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી નાઈટ કરફ્યૂની જાહેરાત કરી છે. જેને પગલે હવે ST વિભાગ દ્વારા પણ નિર્ણય કરવામાં આવ્યો છે કે નાઈટ કરફ્યૂના સમયે એસટી બસો ચાર શહેરોમાં પ્રવેશ કરશે નહીં.