22 વર્ષ પછી ખુલ્યો અમિતાભ બચ્ચનની કો-એક્ટ્રેસની મોતનો રાઝ ! એક્ટર પર લાગ્યો હત્યાનો આરોપ

મોહન બાબૂ પર લાગ્યો ‘સૂર્યવંશમ’ એક્ટ્રેસ સૌંદર્યાની હત્યાનો આરોપ, 22 વર્ષ પહેલા પ્લેન ક્રેશમાં થયુ હતુ મોત

‘એક્ટ્રેસ સૌંદર્યાના પ્લેન ક્રેશમાં મોતના જવાબદાર છે તેલુગુ એક્ટર મોહન બાબૂ’, 22 વર્ષ પછી થઇ ફરિયાદ

અમિતાભ બચ્ચનની પોપ્યુલર ફિલ્મ ‘સૂર્યવંશમ’માં ‘રાધા’નું પાત્ર ભજવીને અભિનેત્રી સૌંદર્યાએ ઘણી ઓળખ મેળવી. જો કે, સૌંદર્યાના ભાગ્યમાં બહુ ઓછું જીવન લખાયેલું હતું. સૌંદર્યાનું મૃત્યુ 17 એપ્રિલ 2004ના રોજ માત્ર 31 વર્ષની ઉંમરે વિમાન દુર્ઘટનામાં થયું હતું. હવે 22 વર્ષ પછી સાઉથના દિગ્ગજ અભિનેતા મોહન બાબુ પર અભિનેત્રીની હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ન્યૂઝ 18 કન્નડના અહેવાલ મુજબ, આંધ્ર પ્રદેશમાં મોહન બાબુ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

તેમના પર આરોપ મૂકવામાં આવ્યો છે કે સૌંદર્યાનું મૃત્યુ અકસ્માત નહોતું. તે એક હત્યા હતી જેમાં મોહન બાબુ સામેલ હતા. આ મામલો મિલકત સાથે સંબંધિત હોવાનું કહેવાય છે. ફરિયાદીએ દાવો કર્યો છે કે સૌંદર્યા અને તેના ભાઈ અમરનાથે શમશાબાદના જલપલ્લી ગામમાં મોહન બાબુને છ એકર જમીન વેચવાનો ઇનકાર કર્યો હતો. મોહન બાબુ આ સહન કરી શક્યા નહીં, જે પછી સૌંદર્યાનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું. ચિટ્ટીમલ્લુ નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી છે કે મોહન બાબુ ભાઈઓ અને બહેનો પર જમીન વેચવા માટે દબાણ કરી રહ્યા હતા. જ્યારે સૌંદર્યાનું અવસાન થયું, ત્યારે તેણે ગેરકાયદેસર રીતે મિલકત પર કબજો કરી લીધો.

સૌંદર્યા કન્નડ ફિલ્મોની ટોચની અભિનેત્રીઓમાંની એક હતી. રીપોર્ટ્સનું માનીએ તો, ભારતીય જનતા પાર્ટી અને તેલુગુ દેશમ પાર્ટી માટે કરીમનગરમાં એક રાજનીતિક કંપેનમાં સામેલ થવા માટે જતા સમયે તેનું પ્લેન ક્રેશ થઇ ગયુ હતુ. આ અકસ્માતમાં તેમનું અવસાન થયું અને તેમનો પરિવાર મૃતદેહ પણ મેળવી શક્યો નહીં. આ સમય દરમિયાન, સૌંદર્યાનો ભાઈ પણ તેની સાથે હતો અને તેણે પણ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો. ઘણા અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે સૌંદર્યા તે સમયે ગર્ભવતી હતી.જોકે, ખલનાયકની ભૂમિકાઓ માટે પ્રખ્યાત મોહન બાબુએ હજુ સુધી આ આરોપો પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.

Shah Jina