એક્ટ્રેસ સોનલ ચૌહાણ પોતાની સુંદરતાની સાથે સાથે બોલ્ડનેસથી ચાહકોને દંગ કરી દે છે. સોનલ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને અવાર નવાર ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરતી રહે છે. હાલમાં તે કેટલાક દિવસથી માલદીવ્સ વેકેશનની તસવીરો શેર કરી રહી છે. તાજેતરમાં તેણે મોનોકિનીમાં તેની કેટલીક ગોર્જિયસ તસવીરો શેર કરી છે, જેમાં અભિનેત્રી બીચ પર તેના યુવા દેખાવ બતાવતી જોવા મળી રહી છે.
જણાવી દઇએ કે, ‘જન્નત’ (2008)થી બોલિવૂડ કારકિર્દીની શરૂઆત કરનાર સોનલ ચૌહાણ પહેલી જ ફિલ્મ સાથે નેશનલ ક્રશ બની ગઈ હતી. આ પછી, તેણે ઘણી ફિલ્મો અને મ્યુઝિક વીડિયો કર્યા, પરંતુ બોલિવૂડમાં તેનું કરિયર સારું રહ્યું નહીં. આ પછી સોનલે સાઉથ સિનેમાનો આશરો લીધો અને હજુ પણ ત્યાં એક્ટિવ છે.
જો કે સોનલને કોઈને કોઈ હિન્દી ફિલ્મમાં સહાયક અભિનેત્રી તરીકે જોવામાં આવે છે. તેણે એક હિન્દી ફિલ્મમાં 30 કિસિંગ સીન આપી ઘણી હેડલાઇન્સ બનાવી હતી, છતાં તે બોલિવૂડમાં ટકી શકી નહીં. 16 મે 1987 ના રોજ નોઈડામાં જન્મેલી સોનલ ચૌહાણે 2005માં મિસ વર્લ્ડ ટુરિઝમનો ખિતાબ જીત્યો હતો, આ ખિતાબ જીતનાર તે પ્રથમ ભારતીય છે.
સોનલ પહેલી વાર હિમેશ રેશમિયાના આલ્બમ ‘આપકા સુરૂર’ ના ગીત ‘સમજો ના’ માં જોવા મળી હતી. આ પછી ઇમરાન હાશ્મી સાથે ફિલ્મ જન્નત (2008) માં જોવા મળી, જે ખૂબ જ હિટ રહી. આ પછી સોનલે ઘણી ફિલ્મો કરી, પરંતુ તે બહુ સફળ રહી નહીં.