‘તે કહી રહ્યા છે તમે ચાલ્યા ગયા…અલવિદા મારા મિત્ર’ રતન ટાટાના નિધનથી દુખી એક્ટ્રેસ- એક સમયે ટાટાને કરી ચૂકી છે ડેટ

રતન ટાટાના નિધનથી તૂટી Ex ગર્લફ્રેન્ડ સિમી ગ્રેવાલ, કહ્યુ- તે કહી રહ્યા છે તમે ચાલ્યા ગયા…

બિઝનેસમેન રતન ટાટાના નિધનથી સમગ્ર દેશ શોકમાં છે. લોકો સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આ દરમિયાન, અભિનેત્રી સિમી ગ્રેવાલે પણ રતન ટાટાના નિધન બાદ ઇમોશનલ પોસ્ટ શેર કરી છે. જણાવી દઈએ કે રતન ટાટા એક સમયે અભિનેત્રી સિમી અગ્રવાલને ડેટ કરી ચૂક્યા છે, જેનો ઉલ્લેખ અભિનેત્રીએ પોતે કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ હવે સારા મિત્રો છે.

સિમીએ પોતાની અને રતન ટાટાની હસતી તસવીર શેર કરી છે. તસવીર શેર કરી તેણે કેપ્શનમાં લખ્યું, તે કહી રહ્યા છે કે તમે ચાલ્યા ગયા… તમારા જવાનું દુ:ખ સહન કરવું ખૂબ મુશ્કેલ છે. ખૂબ જ મુશ્કેલ…અલવિદા મારા મિત્ર. આ પોસ્ટ શેર થતાંની સાથે જ ચાહકોએ પણ શ્રદ્ધાંજલિ આપી અને કોમેન્ટ સેક્શનમાં તૂટેલા હૃદયની ઈમોજી શેર કરી.

ઉલ્લેખનીય છે કે સિમી ગ્રેવાલ અને રતન ટાટા એક સમયે એકબીજાને ડેટ કરતા હતા અને અભિનેત્રીએ એક ઈન્ટરવ્યુમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે તે એક જેન્ટલમેન છે અને હજુ પણ સારા મિત્ર છે.

Shah Jina