શ્રાવણ મહિનાના વ્રતમાં મહાદેવને આ ભોગ અર્પણ કરવાથી મળશે વિષેશ આશીર્વાદ, પ્રસ્સન થશે શિવજી મનોકામના થશે પૂર્ણ

ભગવાન શિવ પ્રત્યેની ભક્તિ માટે શ્રાવણ મહિનો સૌથી પવિત્ર સમય માનવામાં આવે છે અને આ સમય દરમિયાન ભગવાન શિવને ખુશ કરવા ભક્તો ભગવાન શિવની ઉપાસના કરે છે. એવું માનવામાં આવે છે કે આ મહિનામાં શિવજીને વિષેસ પ્રકારના ભોગ ચઢાવાથી શિવજી જલ્દી પ્રસ્સન થયા છે અને ભક્તોની ઇચ્છાઓને પૂર્ણ કરે છે. આ ભોગમાં ફળો, મીઠાઈઓ અને ભાંગના પેડા વગેરેનો સમાવેશ કરી શકો છો. જો તમે પણ ભગવાન શિવને ખુશ કરવા માંગતા હો, તો આ વસ્તુઓનો ભોગ તેમને ચઢાવો.

સફેદ બર્ફી


સફેદ બર્ફી એ ખૂબ જ લોકપ્રિય માવા મીઠાઈ છે જે ભગવાન શિવને આપવામાં આવે છે. આ બર્ફી માવા, દૂધ અને ખાંડમાંથી બનાવવામાં આવે છે. તેનો સફેદ રંગ શુદ્ધતા અને સાત્વિકતાનું પ્રતીક માનવામાં આવે છે.

ભાંગના પેડા


ભાંગ ભગવાન શિવને વધુ પ્રિય માનવામાં આવે છે અને ખાસ કરીને શ્રાવણ મહિનામાં અને મહાશિવરાત્રીના દિવસોમાં વપરાય છે. જ્યારે તે પેડા તરીકે માવા સાથે ભળીને તૈયાર કરવામાં આવે છે, ત્યારે તે એક ખાસ પ્રસાદ બની જાય છે.

ભાંગની ઠંડાઈ


ભાંગથી બનેલી ઠંડાઈ ખાસ કરીને ઉનાળાની ઋતુ અને મહાશિવરાત્રીમાં ભગવાન શિવને ચઢવામાં આવે છે. ભાંગ શરીરને ઠંડુ કરે છે. ઠંડાઈમાં દૂધ, વરિયાળી, ગુલાબ, કાળા મરી અને અન્ય આયુર્વેદિક તત્વો સાથે બનાવવામાં આવે છે.

ડ્રાય ફ્રૂટ્સ


બદામ, કાજુ, પિસ્તા વગેરે જેવા ડ્રાય ફ્રૂટ્સ પણ ભગવાન શિવને આપવામાં આવે છે, ખાસ કરીને માવા મીઠાઈઓને મિશ્રિત કરીને અથવા અલગથી પણ આ ચઢાવી શકાય છે.

કેળા


કેળા એ એક સાત્ત્વીક ફળ છે જે તમામ દેવતાઓને અર્પણ કરી શકાય છે, અને તે ખાસ કરીને ભગવાન શિવને પ્રિય માનવામાં આવે છે. કેળા માત્ર પૌષ્ટિક જ નથી, પરંતુ તે સરળતા અને સાદગીનું પ્રતીક પણ છે.

(નોંધ: ઉપરોક્ત માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતું નથી.)

Devarsh
error: Unable To Copy Protected Content!