ચાલી રહી હતી શેખોની દાવત, વચ્ચે આવી ગયો ચિત્તો, વીડિયો જોઇ રૂંવાડા ઊભા થઇ જશે

સોશિયલ મીડિયા પર વિચિત્ર વીડિયો વાયરલ થતા રહે છે, પરંતુ કેટલાક દ્રશ્યો એવા હોય છે જે બધાને ચોંકાવી દે છે. તાજેતરમાં, આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક ભવ્ય મિજબાની જોઈ શકાય છે, પરંતુ તેમાં એક મહેમાનને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે શેખોની ભવ્ય દાવત ચાલી રહી છે, લાંબા લાંબા ગાલીચા પાથરેલા હતા, મોટી થાળીમાં બિરયાની પીરસવામાં આવી હતી, અને બધા મહેમાનો આરામથી બેસી આનંદ માણી રહ્યા હતા.

જો કે પછી કંઈક એવું બન્યું જેણે આ મિજબાનીને સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય બનાવી દીધી. શેખો ની દાવતમાં એક ચિત્તો આવી ધમક્યો. રસપ્રદ વાત એ છે કે ચિત્તો ધીમે ધીમે શેખોની દાવતમાં જોડાય છે અને ખોરાકની સુગંધ અનુભવે છે. સામાન્ય રીતે લોકો આ ખતરનાક શિકારીને જોઈને ડરીને ભાગી જતા હોય છે, પરંતુ અહીં દ્રશ્ય બિલકુલ અલગ હતું. ત્યાં હાજર લોકોને કોઈ ફરક પડ્યો નહીં. હકીકતમાં, આ જોયા પછી પણ તે શાંત રહ્યા, એવું લાગતું હતું કે આ તેમના માટે સામાન્ય બાબત છે.

આ વીડિયો @uae_lionking પર શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 7 મિલિયનથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. આ દ્રશ્ય કોઈ ફિલ્મના દ્રશ્ય જેવું લાગતું હતું. @uae_lionking એ ઇન્સ્ટાગ્રામ પર એક લોકપ્રિય પેજ છે, જે UAEમાં શેખો અને ધનિક લોકો સાથે સાથે જંગલી પ્રાણીઓના વીડિયો શેર કરતું રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Jasem Ali (@uae_lionking)

Previous Article

ફ્લોપ ફિલ્મ અને વિવાદ, અનિલ કપૂર સાથે કિસઇંગ... બોલીવુડની આ જાણીતી અભિનેત્રીના આરોપથી ખળભળાટ

Next Article

18 વર્ષ નાના બિઝનેસમેનને ડેટ કરી રહી છે અમીષા પટેલ ? મહિનાઓ પછી જગજાહેર થઇ રિલેશનની હકિકત

error: Protected Content!