શનિદેવને કર્મફળદાતા કહેવામાં આવે છે. તે વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે. ન્યાયના દેવતા અને કર્મના કારક શનિદેવ 13 જુલાઈએ મીન રાશિમાં વક્રી થવાના છે. જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની વિપરીત ગતિને ‘વક્રી’ કહેવામાં આવે છે. જોકે કોઈ પણ ગ્રહ પાછળની તરફ ખસે છે. પરંતુ ગ્રહોની પોતાની ભ્રમણકક્ષામાં ફરતી ગતિને કારણે, પૃથ્વી પરથી જોવામાં આવે ત્યારે તે ભ્રમ પેદા કરે છે. એવું લાગે છે કે ગ્રહ પાછળની તરફ જઈ રહ્યો છે. શનિદેવ જ્યારે વક્રી થાય છે ત્યારે તે વધુ પ્રભાવશાળી બને છે.
શનિ એક શક્તિશાળી ગ્રહ હોવા સાથે લોકો તેમના પ્રકોપથી ડરતા હોય છે. આપણે અનેક વખત લોકોને એવું કહેતા સાંભળીએ છીએ કે અત્યારે મારે શનિની દશા બેઠી છે. એટલે કે જીવનમાં આર્થિક મુશ્કેલી હોય કે પછી બીમારી સંબંધિત મુશ્કેલીઓ લોકોના જીવનમાં વારંવાર આવે ત્યારે શનિનો પ્રકોપ માનવામાં આવે છે. પરંતુ શનિનું ગોચર અને શનિનું વક્રીભ્રમણ અનેક વખત કેટલીક રાશિના જાતકો માટે લાભકારક બને છે. જો તમે તમારા કામ સમયસર પૂર્ણ ન કર્યા હોય, કોઈ કારણ વગર કામ પેન્ડિંગ રાખ્યું હોય અને બીજાઓને પરેશાન કર્યા હોય તો તમારા જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવી શકે છે.
મીન રાશિ
શનિદેવ તમારી રાશિ મીન લગ્ન ભાવમાં વક્રી થશે. આ ભાવ તમારા સ્વભાવ, શરીર, સ્વાસ્થ્ય, આત્મસન્માન અને જીવનની દિશાનું પ્રતિનિધિત્વ કરે છે. આ ભાવમાં શનિની વક્રી સ્થિતિ મીન રાશિ માટે ઊંડી કર્મ કસોટી લાવે છે. તમે જવાબદારીઓનો બોજ અનુભવી શકો છો. તમારી ઓળખ અથવા જીવનની દિશા વિશે મૂંઝવણ પણ હોઈ શકે છે. પરંતુ આ આધ્યાત્મિક અને માનસિક રીતે પરિપક્વ થવાની સુવર્ણ તક છે.
કર્ક રાશિ
શનિદેવ મીન રાશિમાં વક્રી થશે અને કર્ક રાશિના નવમા ભાવમાં સ્થિત રહેશે. આ ભાવ ઉચ્ચ શિક્ષણ, શ્રદ્ધા, ધર્મ અને લાંબી મુસાફરી સાથે સંબંધિત છે. ગુરુ અથવા માર્ગદર્શક સાથે સંબંધિત પરિસ્થિતિઓ પણ અહીંથી જોવા મળે છે. શનિનું આ ગોચર બાહ્ય પ્રગતિને ધીમું કરી શકે છે, પરંતુ આંતરિક વિકાસ માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. આ સમયે તમારા નસીબ, વિચાર અને શ્રદ્ધાની કસોટી થશે. આત્મ-શોધ અને જીવનના સાચા અર્થને સમજવા માટે આ શ્રેષ્ઠ સમય છે.
સિંહ રાશિ
શનિદેવ મીન રાશિમાં વક્રી થયા બાદ સિંહ રાશિના આઠમા ભાવમાં પ્રવેશ કરશે. આઠમું ભાવ રહસ્યમય વિષયો, સંયુક્ત સંપત્તિ, રોગ અને માનસિક ફેરફારો સાથે સંબંધિત છે. શનિની આ સ્થિતિ જૂના મુદ્દાઓને આગળ લાવે છે અને તેનું નિરાકરણ અને શુદ્ધિકરણ કરે છે. આ સમય ઘણો સારો રહેશે, પરંતુ ચોક્કસપણે આત્મવિશ્વાસ, આત્મજ્ઞાન અને સ્વીકૃતિનો પાઠ શીખવશે
કુંભ રાશિ
કુંભ રાશિના સ્વામી શનિદેવ મીન રાશિમાં વક્રી થયા બાદ બીજા ભાવમાં ગોચર કરશે. આ ભાવ તમારી વાણી, ખોરાકની આદતો, સંપત્તિ અને કૌટુંબિક પરંપરા સાથે સંબંધિત છે. શનિનું આ ગોચર તમને સંસાધનોનું સંચાલન કેવી રીતે કરી રહ્યા છો તેની સમીક્ષા કરવા માટે પ્રેરે છે. ભૂતકાળના કર્મો, જે સંપત્તિ, વાણી અથવા વંશ સાથે સંબંધિત છે, હવે સામે આવી શકે છે અને તેનું નિરાકરણ કરવું જરૂરી બનશે.
(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)