અમદાવાદના રખિયાલ અને બાપુનગરમાં લુખ્ખાઓએ જાહેર રસ્તા પર હથિયાર લઈ આતંક મચાવ્યો હતો અને તેના વીડિયો પણ વાયરલ થયા હતા, જે બાદ ચકચાર મચી જવા પામી હતી. જો કે તે ઘટનાને 24 કલાકનો પણ સમય નહોતો વીત્યો ત્યાં શાહીબાગમાં તલવાર સાથે આતંક મચાવતા વધુ એક લુખ્ખાઓનો વીડિયો વાયરલ થયો.
આરોપીઓ જાહેરમાં હાથમાં તલવાર લઈ લોકોમાં ભય ફેલાવ્યો. જો કે વીડિયો વાયરલ થતા પોલીસે આરોપીઓને દબોચી પાડ્યા હતા અને દોરડુ બાંધી ઘટના સ્થળે લઇ જઇ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. જણાવી દઇએ કે, શાહીબાગ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ અસારવા બ્રિજ પાસે અસામાજિક તત્વોએ હાથમાં તલવાર લઈને લોકોમાં ભય ફેલાવ્યો હતો.
આ દરમિયાનનો વીડિયો વાયરલ થતાં પોલીસે ગુનો નોંધી બે આરોપીઓની ધરપકડ કરી હતી. આ વીડિયો અસારવા બ્રિજ નીચે આવેલ કુબેરોરા ભિલવાસનો હોવાનું સામે આવ્યું હતું. વિશાલ ઢુંઢીયા અને સુરેશ ભીલ કે જેઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેમની ધરપકડ કરી હાથે દોરડા બાંધી ઘટના સ્થળે લઇ જઇ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.
View this post on Instagram