સૈફ અલી ખાનને હોસ્પિટલ પહોંચાડનાર ઓટો ડ્રાઇવર ભજન સિંહને ઇનામમાં મળી મોટી રકમ, તે રાત્રે નહોતુ લીધુ ભાડુ
સૈફ અલી ખાનને હોસ્પિટલ પહોંચાડવા વાળા ઓટો ડ્રાઇવરને મળ્યુ અનામ, કહ્યુ- પૈસા જીવથી વધારે નથી…
સૈફ અલી ખાન પર હુમલા બાદ ઓટો ડ્રાઈવર ભજન સિંહ રાણાએ તેને લીલાવતી હોસ્પિટલ પહોંચાડ્યો હતો. હુમલા બાદ અભિનેતા પોતે પુત્ર સાથે ઓટો દ્વારા હોસ્પિટલ પહોંચ્યા હોવાની ચર્ચા હતી. એવું કહેવામાં આવ્યું હતું કે અભિનેતાને હોસ્પિટલ છોડ્યા પછી ડ્રાઇવરે તેમની પાસેથી ભાડું લીધું ન હતું.
ત્યારે હવે સમાચાર છે કે એક સામાજિક કાર્યકર્તાએ સૈફને સમયસર હોસ્પિટલ પહોંચાડવા બદલ ડ્રાઇવરને મોટી રકમ ઇનામ તરીકે આપી છે. ઓટો-રિક્ષા ચાલક ભજન સિંહ રાણાએ કહ્યું હતુ કે જ્યારે સૈફ ઘાયલ હાલતમાં રિક્ષામાં બેઠો હતો, ત્યારે તેણે જોયું નહોતુ કે તે એક અભિનેતા છે, તેણે ફક્ત જોયું કે તેનું શરીર લોહીથી લથપથ હતું.
પરિસ્થિતિ જોઈને, ઓટો ડ્રાઈવરે તેની પાસેથી કોઈ પૈસા લીધા નહીં. ત્યારે ઓટો ડ્રાઈવરના આ વર્તન માટે ફૈઝાન અંસારી નામના એક સામાજિક કાર્યકર્તાએ ભજન સિંહ રાણાને 11,000 રૂપિયાનું રોકડ ઈનામ આપ્યું છે. IANS ના એક અહેવાલ મુજબ, ડ્રાઇવરને ગર્વ અને ખુશી થઈ કારણ કે તેણે અભિનેતાને મદદ કરી હતી અને તે આમ કરવામાં ખુશ હતો.