9/11 જેવો હુમલો ! વિશાળ બિલ્ડિંગ સાથે ટકરાયા વિસ્ફોટક ડ્રોન- ત્રણ બિલ્ડિંગો પર અટેક…જુઓ ખૌફનાક વીડિયો

રશિયાના જે શહેરમાં થયો હતો BRICS, યુક્રેને એ જ કઝાનમાં કર્યો 9/11 જેવો અટેક, ડ્રોનથી બિલ્ડિંગ પર હુમલો

રૂસમાં 9/11 જેવો હુમલો, કઝાનમાં ત્રણ બિલ્ડિંગો સાથે ટકરાયા વિસ્ફોટક ડ્રોન, વર્લ્ડ ટ્રેડ સેંટર અટેકની અપાવી યાદ

જ્યારે યુક્રેન સાથે રશિયાની યુદ્ધવિરામની વાટાઘાટોનો ગણગણાટ ચાલી રહ્યો હતો, ત્યારે કઝાન શહેરમાં એક મોટો ડ્રોન હુમલો થયો, જેમાં ત્રણ બહુમાળી ઇમારતોને નિશાન બનાવવામાં આવી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો, હુમલાને કારણે એક બહુમાળી ઈમારતમાં આગ લાગી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ડ્રોન સીધું જ ઈમારત સાથે અથડાયું.

આ હુમલો 9/11ના હુમલાની જેમ જ થયો હતો. કઝાન એ જ શહેર છે જ્યાં આ વર્ષે બ્રિક્સ સમિટ યોજાઈ હતી.રશિયન સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે તેમની એર ડિફેન્સ સિસ્ટમ એક ડ્રોનને નષ્ટ કરવામાં સફળ રહી હતી, પરંતુ અન્ય ડ્રોન હુમલાથી થતા નુકસાનને ટાળી શકાયું નથી. મતલબ કે એક નહીં પણ અનેક ડ્રોન હુમલા થયા છે. કાઝાન એ જ શહેર છે જ્યાં 2024માં BRICS સમિટ યોજાઈ હતી.

હુમલા બાદથી આ ઘટનાની સરખામણી 9/11ના વર્લ્ડ ટ્રેડ સેન્ટર હુમલા સાથે કરવામાં આવી રહી છે. રશિયાના કઝાનમાં આ ડ્રોન હુમલો આંતરરાષ્ટ્રીય ચર્ચાનો વિષય બન્યો છે. આ ઘટનામાં સોવેત્સ્કી, કિરોવ્સ્કી અને પ્રિવોલઝ્સ્કી નામના સ્થળોએ ભારે નુકસાનના સમાચાર છે. રશિયન અધિકારીઓનો દાવો છે કે આ હુમલો યુક્રેન દ્વારા કરવામાં આવ્યો હતો.

કઝાન મેયર ઓફિસે જણાવ્યું કે ઘટનાસ્થળે બચાવ કાર્ય ચાલી રહ્યું છે. એટલું જ નહીં, રાજધાની મોસ્કોથી 700-800 કિલોમીટર દૂર સ્થિત આ શહેરમાં થયેલા હુમલાએ સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઉભા કર્યા છે. હાલમાં રશિયાના આરોપો પર યુક્રેન તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.રશિયન સંરક્ષણ મંત્રાલયે હુમલાના એક દિવસ પહેલા કહ્યું હતું કે યુક્રેને ફિક્સ્ડ-વિંગ યુએવીનો ઉપયોગ કરીને રશિયામાં આતંકવાદી હુમલાની કોશિશ કરી હતી જેને નિષ્ફળ કરી દેવામાં આવી હતી.

તેમણે કહ્યું કે રશિયન વાયુસેનાએ 19 યુક્રેનિયન ડ્રોનને નષ્ટ કર્યા છે. રક્ષા મંત્રાલયના આ નિવેદન બાદ કઝાન શહેરમાં હુમલો થયો હોવાનું કહેવાય છે, પરંતુ બ્લાસ્ટ માત્ર ત્રણ ઈમારતોમાં જ થયો હતો. રિપોર્ટ અનુસાર કાઝાન શહેર પર હજુ પણ હુમલાનો ભય છે. કાઝાન એ રશિયાનું 8મું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે.

Shah Jina