78મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે, આ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે દુનિયાભરના સિને સ્ટાર્સ આવ્યા છે. જ્યારે કેટલાક રેડ કાર્પેટ પર પોતાના ગ્લેમરથી હેડલાઇન્સમાં આવી રહ્યા છે, તો કેટલાકની ફિલ્મો આ પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં પ્રીમિયર થઈ રહી છે. ભારતીય મોડેલ અને અભિનેત્રી રૂચી ગુર્જરે પણ કાન્સમાં રેડ કાર્પેટ પર ઝળહળતું પ્રદર્શન કર્યું.
સૌથી વધુ ધ્યાન તેના ગળાના હાર પર ગયું, જેના પર પ્રધાનમંત્રી મોદીના ફોટો હતા. રુચિના મતે આ ગળાનો હાર પહેરીને તેણે પીએમ મોદીને ટ્રિબ્યુટ આપ્યુ. રુચિએ રાજસ્થાની બ્રાઇડલ લુકમાં કાન્સના રેડ કાર્પેટ પર એન્ટ્રી કરી હતી. અભિનેત્રીએ સોનેરી રંગનો લહેંગા પહેર્યો હતો, જેમાં ખૂબ જ સુંદર મિરર વર્ક, ગોટા પટ્ટી અને ભરતકામ કરવામાં આવ્યું હતુ.
આ લહેંગાને તેણે બાંધણી દુપટ્ટા સાથે જોડ્યો હતો. શું તમે જાણો છો કે રૂચી ગુર્જર કોણ છે ? રૂચિ ગુર્જર 2023 માં મિસ હરિયાણા રહી ચૂકી છે. તે એક મોડેલ અને અભિનેત્રી છે. ગ્લેમર ઉપરાંત રુચિ ગુર્જર ભારતના મનોરંજન ઉદ્યોગમાં પોતાની ઓળખ બનાવી રહી છે. રુચિએ જયપુરની મહારાણી કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. આ પછી, તે અભિનયની દુનિયામાં કારકિર્દી બનાવવાના પોતાના સ્વપ્નને પૂર્ણ કરવા મુંબઈ આવી.
રુચિ ગુજ્જર ‘જબ તુ મેરી ના રહી’ અને ‘હેલી મેં ચોર’ જેવા મ્યુઝિક વીડિયોમાં જોવા મળી છે. રુચિ માટે અહીં સુધી પહોંચવાની સફર સરળ નહોતી. રુચીનો જન્મ રાજસ્થાનના એક ગુર્જર પરિવારમાં થયો હતો. ગ્લેમરની દુનિયામાં કારકિર્દી બનાવવા માટે, તેને શરૂઆતમાં ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો. રુચિએ કહ્યું હતુ, ‘કારણ કે હું ગુર્જર પરિવારની છું, તેથી હું જે ક્ષેત્રમાં કામ કરી રહી છું ત્યાં મહિલાઓને મંજૂરી નથી.
બોલિવૂડમાં કામ કરતી મહિલાઓ વિશે લોકોના વિચારો બદલવા મુશ્કેલ હતા.હું મારા સમુદાયમાં પ્રેરણા બનવા માંગુ છું, એવી વ્યક્તિ જે લોકોના વિચારો સામે લડે. મારા સમુદાયમાંથી હું એકમાત્ર એવી છું જે બોલીવુડ ઉદ્યોગમાં પહોંચી છું. રુચિના મતે, તેને તેના પિતાનો સંપૂર્ણ સહયોગ મળ્યો. રુચિના મતે, ‘જ્યારે મેં તેને કહ્યું કે હું બોલીવુડમાં કામ કરવા માટે મુંબઈ જવા માંગુ છું, ત્યારે મારી માતા ખૂબ જ ડરી ગઈ.’ જોકે, આટલા આગળ આવવા બદલ તેમને મારા પર ગર્વ છે.
મારા પિતા પહેલા દિવસથી જ ખૂબ જ સપોર્ટિવ હતા. હવે મારો આખો પરિવાર મને ટેકો આપી રહ્યો છે. રૂચિ, જેણે થોડા મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું છે, તે મોટા સપના જોઈ રહી છે. તેણે કહ્યું, ‘હું સાઉથની ફિલ્મોમાં કામ કરવા માંગુ છું કારણ કે દર્શકો તેને પસંદ કરે છે.’ મને સાઉથની ફિલ્મોમાં પણ કામ કરવાની ઇચ્છા છે. રૂચી ગુર્જરની સોશિયલ મીડિયા પર ખૂબ જ મોટી ફેન ફોલોઈંગ છે.
View this post on Instagram