આ પાકિસ્તાની હસીનાએ ક્યારેક બિકિની પહેરી મચાવી દીધી હતી બવાલ, તસવીરો જોઇ લીધી તો નજર નહિ હટે

પાકિસ્તાની અભિનેત્રીઓ ઓવર રિવીલિંગ ડ્રેસ પહેરવાથી પરહેજ કરવા માટે જાણીતી છે. જો કે એક પાકિસ્તાની અભિનેત્રી છે જેણે ઇન્ટરનેશનલ મંચ પર બિકીની પહેરીને હલચલ મચાવી દીધી હતી. વર્ષ 2024માં પાકિસ્તાની એક્ટ્રેસ અને મોડલ રોમા માઈકલની ખૂબ ચર્ચા થઈ હતી. રોમાએ મિસ ગ્રાન્ડ ઈન્ટરનેશનલ 2024માં બિકીની પહેરીને રેમ્પ વોક કર્યું હતું.

મિસ ગ્રાન્ડ ઈન્ટરનેશનલ સ્ટેજ પર રોમાએ ગોલ્ડન બિકીની અને માથા પર સ્કાર્ફ સાથે રેમ્પ વોક કર્યુ હતુ. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો જેના કારણે તેને ઘણી ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. જો કે રોમાએ આવા રિવીલિંગ કપડા પહેલીવાર નથી પહેર્યા, અભિનેત્રીએ ઘણી વખત રિવીલિંગ ડ્રેસમાં ફોટા પોસ્ટ કરી ચૂકી છે.

તેના સોશિયલ મીડિયા પર સૂટ-સાડી અને મોનોકિનીથી લઈને બિકીની સુધીની દરેક તસવીરો છે. રોમા માઈકલની વાત કરીએ તો તેનો જન્મ પાકિસ્તાનના લાહોરમાં થયો હતો. તે એક્ટ્રેસ અને મોડલ છે અને તેણે સાઉથ એશિયા યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી છે. જો કે, મનોરંજન ઉદ્યોગમાં કારકિર્દી બનાવવાનું તેનું સપનું તેને આ ક્ષેત્રમાં લાવ્યું.

રોમાએ મિસ ગ્રાન્ડ પાકિસ્તાન 2024 અને મિસ ચાર્મ પાકિસ્તાન 2023 સહિત અનેક સૌંદર્ય સ્પર્ધાઓ જીતી છે. તેની અભિનય કારકિર્દી વિશે વાત કરીએ તો તેણે “દિલ્હી ગેટ” અને “કહે દિલ જીધર” જેવી ફિલ્મોમાં કામ કર્યું છે, આ સિવાય તે “તુ જિંદગી હૈ” અને “પ્યારી નિમ્મો” જેવા ટીવી શોમાં પણ જોવા મળી છે. રોમા માઈકલ સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે અને ઈન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સની લિસ્ટ પણ લાંબી છે.

તેણે આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કર્યું છે અને કાન્સ ફેશન વીક અને દુબઈ ફેશન શોમાં રેમ્પ વોક પણ કર્યું છે. રોમાના આ પર્ફોર્મન્સે માત્ર પાકિસ્તાનમાં મહિલાઓના અધિકારો અને સ્વતંત્રતાના મુદ્દા ઉઠાવ્યા નથી, પરંતુ ફેશન અને સંસ્કૃતિના ક્ષેત્રમાં કેવી રીતે પરિવર્તન આવી રહ્યું છે તે પણ બતાવ્યુ છે. કેટલાક લોકો તેને સકારાત્મક પગલું માને છે, જ્યારે અન્ય લોકો તેને વિવાદાસ્પદ માને છે.

Shah Jina