દુઃખદ સમાચાર: મશહૂર રેડિયો જોકી અને ‘જમ્મુની ધડકન’ એ કર્યો આપઘાત, ઘરમાં મળી લાશ; તસવીરો જોઈને ચોંકી ઉઠશો

પ્રખ્યાત રેડિયો જોકી સિમરન સિંહે કથિત રીતે આત્મહત્યા કરી છે. બુધવારે મોડી રાત્રે પોલીસે પોસ્ટમોર્ટમ કરાવી મૃતદેહ પરિવારજનોને સોંપ્યો હતો. તે ગુરુગ્રામના સેક્ટર-47માં આવેલી સોસાયટીમાં ભાડે રહેતી હતી. તેને પાર્ક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી. પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

સિમરને 13 ડિસેમ્બરે છેલ્લી સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી. જેમાં તે એક ગીત પર બીચ પર ડાન્સ કરતી જોવા મળી હતી. તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર ઘણા ફની વીડિયો છે જે તેના ફોલોઅર્સને ખૂબ પસંદ આવે છે. આરજે સિમરન સિંહ જમ્મુના નાનક નગરની રહેવાસી હતી. તેના આપઘાતના સમાચાર સામે આવ્યા બાદ પરિવાર અને ચાહકો ભારે આઘાતમાં છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિમરનનો મૃતદેહ ગુરુગ્રામમાં તેના એપાર્ટમેન્ટમાંથી મળ્યો હતો. પોલીસે કહ્યું કે તેમને શંકા છે કે આ આત્મહત્યાનો મામલો હોઈ શકે છે. જો કે પોલીસે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી, સિમરન વ્યવસાયે રેડિયો જોકી હતી, તે ગુરુગ્રામના સેક્ટર 47માં રહેતી હતી. તેની ડેડ બોડી આ એપાર્ટમેન્ટમાંથી મળી આવી હતી. તેની સાથે રહેતા એક મિત્રએ આ માહિતી આપી. જમ્મુ-કાશ્મીરની પ્રખ્યાત આરજેના ઇન્સ્ટાગ્રામ પર 7 લાખથી પણ વધારે ફોલોઅર્સ છે.

ઇન્સ્ટાગ્રામ પર તેની છેલ્લી પોસ્ટ પર લોકો હવે કમેન્ટ કરી આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. પોલીસે કહ્યું છે કે સિમરનનો મૃતદેહ તેના પરિવારને સોંપવામાં આવ્યો છે. 25 વર્ષીય સિમરન સિંહ એક પ્રખ્યાત રેડિયો સ્ટેશન સાથે જોડાયેલી હતી, પરંતુ બાદમાં તેણે ફ્રીલાન્સ રેડિયો જોકી તરીકે કામ કરવાનું શરૂ કર્યું. જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ લોકપ્રિય રેડિયો જોકીના દુ:ખદ અને અકાળ અવસાન પર શોક વ્યક્ત કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by RJ SIMRAN (@rjsimransingh)

Shah Jina
error: Unable To Copy Protected Content!