RBIએ ત્રણ બેંકો પર લગાવ્યો પ્રતિબંધ, 6 મહિના સુધી ખાતામાંથી રૂપિયા પણ નહીં ઉપાડી શકો, જો જો તમારું ખાતું તો નથીને આ બેન્કમાં?

ભારતીય રિઝર્વ બેંકે ત્રણ બેંકો સામે કડક વલણ અપનાવ્યું છે. આ પ્રતિબંધો બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949 ની કલમ 35A અને 56 હેઠળ લાદવામાં આવ્યા છે. આ ત્રણ બેંકોને 4 જુલાઈથી તેમના વ્યવસાય બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સમય ગ્રાહકોને પણ સમસ્યાઓનો સામનો કરવો પડશે. આ યાદીમાં સમાવિષ્ટ બે બેંકોના ગ્રાહકો મર્યાદિત રકમ ઉપાડી શકશે. જ્યારે એક બેંકને આમ કરવાની મંજૂરી આપવામાં આવી નથી. હાલમાં જ RBIએ બેંકના બોર્ડ અને મેનેજિંગ ડિરેક્ટરની સાથે બેંકની કામગીરીને સુધારવા માટે વાતચીત કરી હતી. આ પગલું એટલા માટે લેવામાં આવ્યું છે કે, કારણ કે બેંકે દેખરેખની ચિંતાઓને દૂર કરવા અને બેંકના થાપણદારોના હિતોનું રક્ષણ કરવા માટે નક્કર પ્રયાસો કર્યા ન હતા. ત્રણેય બેંકોને 3 જુલાઈના રોજ સૂચનાઓ જારી કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર RBIનો આ આદેશ 6 મહિના સુધી અમલમાં રહેશે. RBIએ બેંકોના લાઇસન્સ રદ કર્યા નથી. પરંતુ થોડા સમય માટે પ્રતિબંધ લગાવ્યા છે. બેંકોની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. કેન્દ્રીય બેંક સુધારા માટે જરૂરી સૂચનાઓ પણ જારી કરશે. જો પરિસ્થિતિ સુધરશે, તો આ પ્રતિબંધોને દૂર કરવાનો નિર્ણય પણ લઈ શકાય છે. આ યાદીમાં ઇનોવેટિવ કો-ઓપરેટિવ અર્બન બેંક લિમિટેડ (દિલ્હી), ધ ઇન્ડસ્ટ્રિયલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ (ગુવાહાટી) અને ધ સહકારી બેંક લિમિટેડ (મુંબઈ)નો સમાવેશ થાય છે.

3 બેંકોને RBI ની પરવાનગી વિના કોઈપણ લોન કે એડવાન્સ મંજૂર કે રિન્યૂ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તેમને કોઈપણ રોકાણ, ઉધાર અને અન્ય વ્યવહારો, જેમાં નવી થાપણો સ્વીકારવાનો સમાવેશ થાય છે. જેને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. તેઓ તેમની જવાબદારીઓ પૂરી કરવા માટે કોઈપણ ચુકવણી પણ કરી શકશે નહીં.કોઈપણ કરાર કે વ્યવસ્થામાં પ્રવેશ કરવા પર પણ પ્રતિબંધ છે. સંપત્તિ કે સંપત્તિઓ વેચવાની પણ પરવાનગી નહીં હોય. જો કે, બેંક કેટલીક આવશ્યકતાઓ જેવી કે કર્મચારીઓનો પગાર, ભાડુ, વીજળી બિલ વગેરે પર ખર્ચ કરી શકે છે. આ ઉપરાંત, ડિપોઝીટ વિરુદ્ધ લોનને રીસેટ કરવાની પરવાનગી પણ આપવામાં આવી છે.

RBI એ ઇનોવેટિવ કો-ઓપરેટિવ અર્બન બેંક લિમિટેડ દિલ્હી અને ધ ઇન્ડસ્ટ્રિયલ કોઓપરેટિવ બેંક લિમિટેડ ગુવાહાટીને તેમના બેંક બચત ખાતા, ચાલુ ખાતા અથવા અન્ય કોઈપણ ખાતામાંથી ₹35000 સુધી ઉપાડવાની મંજૂરી આપી છે. જોકે ભવાની સહકારી બેંક લિમિટેડ મુંબઈના ગ્રાહકોને આ સુવિધા મળશે નહીં. DICGC એક્ટ 1961 ની જોગવાઈઓ હેઠળ દરેક ગ્રાહકને તેમની થાપણો પર ₹5 લાખ સુધીની થાપણ વીમા દાવાની રકમ મેળવવાનો અધિકાર છે.

Raina
error: Unable To Copy Protected Content!