ખબર

ગોંડલમાં પ્રેમ લગ્ન કરીને પછતાઈ આ દીકરી, એવું ગંદુ ગંદુ થયું કે લગ્નના ત્રણ મહિનામાં જ ગળે ટુંપો ખાઈને લાવી દીધો જીવનનો અંત

રાજી ખુશીથી સાસરે મોકલેલી દીકરીની લાશ જોઈને માતાનું ધ્રુજાવી દેતું કરુણ આક્રંદ, તમને રડાવી દેશે આ તસવીરો

ગુજરાતમાંથી સતત આપઘાતના કિસ્સાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે, ઘણા લોકો આર્થિક સંકટના કારણે તો ઘણા લોકો પ્રેમમાં નાસીપાસ થવાના  કારણે પણ પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે, તો ઘણી પરણીતાઓ સાસરિયાના ત્રાસથી પણ પોતાના જીવનનો અંત આણે છે, હાલ એવી જ એક ઘટના ગોંડલથી સામે આવી છે, જ્યાં પ્રેમ લગ્ન કરનાર પરણીતાએ મોતને વહાલું કરી લીધું છે. (તસવીર સૌજન્ય: ન્યુઝ 18 ગુજરાતી)

પ્રાપ્ત માહિતી અનુસાર ગોંડલ શહેરમાં આવેલ આવકાર રેસીડેન્સીમાં રહેતી એક ભાવિક શર્મા જેને ત્રણ મહિના પહેલા જ પ્રેમ લગ્ન કરી અને ઘર સંસારની શરૂઆત કરી હતી, તેને સાસરિયા દ્વારા માનસિક અને શારીરક રીતે પ્રતાડિત કરવામાં આવતા તેને કંટાળી અને આપઘાત કરવાનો વિચાર કરી લીધો અને તેના બાદ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું. ભાવિકાની માતાએ આ બાબતે ભાવિકાના સાસરિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.

ભાવિકાએ આહીર સમાજના યુવક ચિરાગ બલદાણિયા સાથે કર્યા હતા. ભાવિકાના પરિવારે પણ આ લગ્ન માટે રાજીખુશી વ્યક્ત કરી હતી, પરંતુ લગ્નના 15 દિવસ બાદ જ ભાવિકાને માનસિક અને શારીરિ ત્રાસ મળવાનો શરૂ થઇ ગયો.  આટલું જ નહિ પરંતુ તેનો દિયર પણ તેની સાથે અનૈતિક સંબંધો રાખવા માટેની વાત કર્યા કરતો હતો. આ વાત તેને તેની માતાને પણ જણાવી હતી.

ગત રોજ ભાવિકાને ઢોર માર મારતા તેને આખરે જીવન ટૂંકાવી લીધું હોવાનું ભાવિકાની માતાએ ફરિયાદમાં લખાવ્યું છે. પરિવારજનો ભાવિકાના મૃતદેહને રાજકોટ સિવિલમાં લઇ ગયા હતા, જેના બાદ તેમને ન્યાય મેળવવા માટે અપીલ પણ કરી હતી અને જ્યાં સુધી ન્યાય નહિ મળે ત્યાં સુધી દીકરીની લાશ સ્વીકારશે નહીં તેમ પણ તેમને જણાવ્યું હતું. ભાવિકાના મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ બાદ જ જાણી શકાશે.

પોલીસે ભાવિકાની માતા મમતાબેન અશોકભાઈ શર્માની ફરિયાદના આધારે પતિ ચિરાગ, સાસુ સોનલબેન, સસરા સંજયભાઈ અને દિયર રિતિક વિરુદ્ધ મરવા માટે મજબૂર કરવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.