તીનપત્તી માસ્ટરમાં રૂપિયા હારી જનાર રાજકોટનો યુવક હેમખેમ પરત મળી આવ્યો, જાતે જ સારવાર માટે પહોંચ્યો હોસ્પિટલ…આપઘાત પહેલા બનાવેલ વીડિયો વાયરલ થતા આખુ ગુજરાત હલબલી ગયુ હતુ

Suicidal Youth Admitted To Hospita Rajkot: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતની ઘટનાઓનો સિલસિલો યથાવત છે. ત્યારે હાલમાં જ ગઇકાલે રાજકોટમાંથી ખબર આવી કે એક યુવકે તીનપત્તી ગેમમાં રૂપિયા હારી જતા આજીડેમમાં કૂદી જીવ આપી દીધો છે. 21 વર્ષના શુભમ બગથરીયાએ રાજકોટના આજીડેમ પાસે ઉભા રહીને એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તે કહી રહ્યો હતો કે તે તીનપત્તી માસ્ટર ગેમમાં રૂપિયા હારી ગયો છે અને તેના એટલાં પાપ છે કે શબ્દોમાં તે બયાં નથી થઇ શકતા એટલે તે આપઘાત કરી રહ્યો છે.

ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી હતી અને લગભગ 15 કલાક શોધ પણ કરી હતી. પણ અચાનક જ આજે યુવક સિવિલ હોસ્પિટલ પહોંચ્યો, જ્યાં ઇમરજન્સી વોર્ડ પાસે તે બેભાન થઈને પડી ગયો. તે બાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યો. જો કે, બગથરીયા પરિવાર દ્વારા તેમનો દીકરો હેમખેમ પરત આવતા તેમણે રાહતનો શ્વાસ લીધો હતો. યુવકના પાછા આવવાની જાણ પોલીસને થતા તેમણે પણ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જણાવી દઇએ કે, શુભમે આપઘાત કરવા જતા પહેલા પોતાના મોબાઈલમાં વીડિયો બનાવ્યો હતો અને તેના પિતાને મોકલ્યો હતો અને તે પછી ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો. જો કે, તેના પપ્પાએ જયારે નેટ ઓન કરી દીકરાએ મોકલેલ વીડિયો જોયો તો તેમના પગ નીચેથી તો જમીન સરકી ગઈ હતી. પણ હવે યુવક પાછો મળી આવતા પરિવારે પણ રાહતનો શ્વાસ લીધો છે. હાલ તો યુવકે કોઈ નિવેદન નથી આપ્યું અને મૌન સેવી લીધું છે.

શુભમનો જે વીડિયો વાયરલ થયો હતો તેમાં તે કહી રહ્યો હતો કે જિંદગીથી થાકી ગયો છું હું, હવે હું સુસાઈડ કરવા માગું છું. બહુ થઈ ગયું. તે વીડિયોમાં તેના માતા-પિતાને ઉલ્લેખી કહે છે કે પપ્પા-મમ્મી આઈ લવ યુ…હસતા રહેજો અને બની શકે તો મને માફ કરી દેજો. મારા વગર જિંદગી જીવવાની ટ્રાય કરજો. પ્લીઝ…જિંદગી જીવજો. પપ્પા મારી ગાડી આજીડેમ પાસે નદી છે ત્યાં ભરવાડ પાસે પડી છે, વેચીને જેટલા પૈસા આવે તે ચૂકવાય એને ચૂકવી દેજો. બસ આટલું કહ્યુ બાદ તેણે કહ્યુ, જાઉં છું હવે, જે બાદ તે હાથથી બાય બાય પણ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina