સાળંગપુરમાં હનુમાનજી ભીંતચિત્ર વિવાદ મામલે લોકસાહિત્યકાર રાજભા કાઢવી આકરા પાણીએ, કહ્યું, “ભીંતચિત્રો તો કઢાવી નાંખીશું, એમનાં ચિત્તચિત્રો…”, જુઓ વીડિયો

“ઘરેથી બહાર નીકળે તો ખબર હોવી જોઈએ કે મારો ઇષ્ટ કોણ, હનુમાન કોણ, શિવ કોણ, કૃષ્ણ કોણ..”, ભીંતચિત્ર વિવાદ મામલે રાજભા ગઢવીએ કહી દીધી મોટી વાત… જુઓ વીડિયો

Rajbha Garhvi Salangpur Controversy : સાળંગપુરમાં લાગેલી વિશાળ હનુમાન દાદાની પ્રતિમાની નીચે લાગેલા ભીંતચિત્રોને લઈને હાલ ગુજરાતમાં ભારે વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદની અંદર ગુજરાતના ઘણા બધા સાધુ સંતો ઉપરાંત કેટલાક કલાકરોએ પણ ઝંપલાવ્યું છે અને સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા લગાવવામાં આવેલા આ ભીંતચિત્રો પર પોતાનો વિરોધ પણ દર્શાવ્યો છે, ત્યારે હવે આ ક્રમમાં ગુજરાતના સુપ્રસિદ્ધ ડાયરા કલાકાર અને લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ પણ પોતાની વાત રાખી છે.

રાજભા ગઢવીનું નિવેદન :

રાજભા ગઢવી હંમેશા પોતાના આવા નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે અને હંમેશા તેઓ પોતાની વાતને સ્પષ્ટ રીતે રાખવા માટે પણ જાણીતા છે. ત્યારે સાળંગપુરના આ વિવાદ મામલે તમેનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે પોતાની વાત રાખતા જોવા મળી રહ્યા છે. રાજભાએ વીડિયોમાં પોતાની વાત જણાવતા કહ્યું કે “સનાતન ધર્મ સામે ધૂળ ઉડાવવાની કોશિશ કરે છે, સૂરજ સામે ધૂળ ઉડાવવાથી કંઈ થાય નહીં. આપણે સનાતન ધર્મના છીએ, બાળકોને મજબૂત બનાવો.”

આપણને આપણા ભગવાન અને ગુરુની ખબર હોવી જોઈએ :

તેમને આગળ એમ પણ કહ્યું કે “ઘરેથી બહાર નીકળે તો ખબર હોવી જોઈએ કે મારો ઇષ્ટ કોણ, હનુમાન કોણ, શિવ કોણ, કૃષ્ણ કોણ, સંતોમાં હોય તો બજરંગદાસ બાપા, આપા ગીગા, જલારામ બાપા બધા સંતોની ખબર હોવી જોઈએ. ભીંતચિત્રો તો કઢાવી નાંખીશું, પરંતુ એમના ચિત્તચિત્રો હટાવવા પડશે. બિઝનેસ કરવો હોય તો ભગવાનને શું કામ આગળ લ્યો છો. બિઝનેસ કરવો હોય તો હીરાનો કરો, બિલ્ડર બનો, ડોક્ટર-કલેક્ટર બનો.”

ધર્મના નામે ધંધો ના કરવા અપીલ :

રાજભાએ આગળ એમ પણ કહ્યું કે, “મહેનત વગરનું લાગતું હોય તો હીરાના બિઝનેસમેને પણ વિશ્વ સ્તરે ઘણાં નામ ઉજળા કર્યા છે. આપણું ગૌરવ છે, ઘણાંને પદ્મશ્રી મળ્યા છે. આપણે કોઈપણ રીતે પ્રત્યક્ષ રીતે સામે આવે તો લડી લઈએ એવાં છીએ. ખબર ના પડે એમ કરે તો શું કરવાનું, રાવણ જાય તો જાનકીનું હરણ ન કરી શકે, ભગવા પહેરીને ગયો હતો એટલે જાનકીજીએ લક્ષ્મણરેખા ક્રોસ કરી હતી. આપણી સાથે રહેનારા આપણી સાથે રહીને ધર્મને નુકસાન કરે છે, સામેવાળો ક્યારેય નથી કરી શકતો.”

આપણે જાગવું પડશે :

તેમને આગળ જણાવ્યું કે “ભીંતચિત્રો નહીં ચિત્તચિત્રો હટાવવા પડશે. શાસ્ત્રોમાં પણ પુસ્તકોમાં પણ તેમણે એકેય દેવી-દેવતાને છોડ્યાં નથી. બીજા શાસ્ત્રોમાં પણ આવું છે. આપણે જાગવું પડશે. ચિત્તચિત્રો હટાવવા પડશે, ભીંતચિત્રો હટાવવાથી કંઈ વળશે નહીં. સંપ્રદાયને નામે વિંખાતા જઈએ છીએ. સનાતન મૂળને શું કામ ભૂલો છો?  બધા મિત્રોને વિનંતી છે કે, ધર્મના માટે કંઈ નહીં કરીએ તો ક્યાંય ના નહીં રહીએ, આપણને કોઈ નહીં બચાવી શકે. ટુકડા ટુકડા થતા, પ્રજા પ્રજા થતા જઈએ.”


આપણા સંતાનો વિશે કરી વાત :

છેલ્લે રાજભા એમ પણ કહે છે કે “આપણા છોકરા મોજ કરે, વેબ સિરિઝ જોવે, ડ્રગ્સ લેસ, રખડે અને બીજા બધા ધર્મોને મજબૂત બનાવતા જઈએ છીએ. પછી આપણે ઝંડા લઈને નીકળવા જાશું તો આપણાં ઝંડા આપણી છાતીમાં હોંહરવા કાઢીને ખોળવાના આવશે. એ બધી તૈયારી રાખશે. એની હિંમત કેમ થાય આવું કરવાની, આપણે જાગવું પડશે. સનાતન ધર્મના ઓઢણાં ઓઢીને આવું કરે છે, તેનાથી દુખ થાય છે. સનાતનીઓ જાગે અને સાચી ઉપાસના કરીએ.”

Niraj Patel