શનિના મીનિસમાં સંક્રમણ કર્યા પછી, હવે 18 મેની સાંજે, રાહુ શનિની રાશિ કુંભમાં ગોચર કરશે. તે જ સમયે, રાહુનું સ્પષ્ટ પરિવહન 29 મેની રાત્રે 11.3 વાગ્યે થશે. રાહુ હાલમાં મીન રાશિમાં છે, 18 મે પછી, તે કુંભ રાશિમાં જશે.જ્યોતિષોના અનુસાર રાહુનું કુંભમાં પ્રવેશ ઘણી રાશિઓ માટે શુભ સાબિત થશે. આ દરમિયાન કરિયર, આર્થિક સ્થિતિ અબે પર્સનલ લાઈફમાં મોટા બદલાવ જોવા મળશે. ચાલો જાણીયે કે આ ગોચરથી કઈ રાશિ વાળા લોકોને લાભ પ્રપ્ત થશે.
મીનરાશિ: મીનરાશિ વાળા માટે રાહુનું ગોચર ઘણું શુભ રહશે, કારણકે આ તમારા લાભના ભાવમાં થશે. આ સમય દરમિયાન તમને તમારા કરિયર અને ધંધામાં મોટી સફળતા પ્રાપ્ત થઇ શકે છે. રાજનીતિ અને મીડિયાથી જોડાયેલા લોકોને ઘણો ફાયદો થશે. આર્થિક દ્રષ્ટિએ આ સમય ઘણો સારો રહેશે જુના વળતરનો લાભ થઇ શકે છે. પ્રભાવશાળી લોકોને નવા સબંધો બનવાની સંભાવના છે, જે ભવિષ્યમાં કામ આવશે.
તુલારાશિ: આ ગોચર તુલા રાશિ વાળાની લવ અને ક્રિયેટિવ લાઈફમાં મોટો બદલાવ લઇને આવશે. આ ગોચરથી તુલા રાશિ વાળાનું પંચમ ભાવ પ્રભવિત થશે, જેનાથી શિક્ષા, લવ રિલેશનશીપ અને સંતાનથી જોડાયેલા મામલામાં સકારાત્મક અસર જોવા મળશે. કળા, ફિલ્મ, લેખન અને મીડિયા ક્ષેત્રથી જોડાયેલા લોકો માટે આ સમય ઘણો સારો રહેશે. કાર્ય ક્ષેત્રમાં નવી પ્રસ્સિધી મળી શકે છે. આ સાથે જ પૈસાથી જોડાયેલો કોઈ મોટો નિર્ણય પણ તમે લઇ શકો છો, આનાથી ભવિષ્યમાં તુલા રાશિ વાળાને લાભ થશે.
મિથુનરાશિ: રાહુનું કુંભરાશિમાં ગોચર મિથુન રાશિ માટે સૌભાગ્ય લઈને આવશે. આ ગોચર તમારા ભાગ્યના સ્થાન પર થઇ રહ્યું છે, જેનાથી જીવનમાં નવી સંભાવના અને અવસર મળી શકે છે. કરિયરમાં તરક્કીનો યોગ છે અને વિદેશ પ્રવાસનો પણ યોગ બની શકે છે. સ્ટુડેંટ્સ માટે આ સમય સફળતા આપવવાનો હશે. આર્થિક રૂપથી પણ આ ગોચર મિથુન રાશિ વાળા માટે અનુકૂળ રહશે અને અચાનક ધન લાભ થવાની સંભાવના બનશે. જો કોઈ કોર્ટ કચેરીનો મામલો ચાલી રહ્યો છે તો આ મામલે સફળતા મળવાનો યોગ છે.
મકરરાશિ: મકર રાશિ વાળા માટે આ ગોચર આર્થિક રૂપથી ઘણું મહત્વનું રહશે. રાહુનું ગોચર તમારા ધન ભાવમાં બનવાથી રોજી રોટીના નવા સ્ત્રોત બનશે. ધંધો કરવા વાળા લોકોને નવા સોદા મળી શકે છે અને ઈન્વેસ્ટનું સારું રીટર્ન મળી શકે છે. નોકરી કરવા વાળા લોકોને પણ પ્રમોશન અને પગાર વધવાના સંકેત છે. પારિવારિક જીવનમાં સ્થિરતા બની રહશે અને કોઈ મોટો આર્થિક નિર્ણય આ સમય દરમિયાન લેવામાં આવશે.
(નોંધ: ઉપરોક્ત માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતું નથી.)