ધીરુભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલના આયોજનમાં શોસ્ટોપર રહી નીતા અંબાણી, સાડીએ ખેંચ્યુ લોકોનું ધ્યાન
સસરા મુકેશ અંબાણી સાથે નજર આવી રાધિકા મર્ચેંટ, સિંપલિસિટીની તારીફ કરવા લાગ્યા લોકો- જુઓ વીડિયો
એ કહેવુ બિલકુલ પણ ખોટુ નહિ હોય કે ગુરુવારની સાંજ સેલેબ્સ કિડ્સના નામે રહી. કેમ કે ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં એન્યુઅલ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોલિવૂડ સ્ટાર્સ તેમના બાળકોનું પરફોર્મન્સ જોવા આવ્યા હતા. સામાન્ય માતા-પિતાની જેમ આ દરમિયાન સેલેબ્સ તેમના બાળકોને ચીયર કરતા જોવા મળ્યા હતા.
જોકે આ દરમિયાન અંબાણી પરિવારની નાની વહુએ બધાનું ધ્યાન ખેંચ્યુ હતુ.ધીરુભાઈ અંબાણી સ્કૂલમાં મુકેશ અંબાણી તેમની નાની વહુ રાધિકા મર્ચન્ટ સાથે જોવા મળ્યા હતા. રાધિકા મર્ચન્ટ એકદમ સિમ્પલ અને કેઝ્યુઅલ અંદાજમાં જોવા મળી હતી. અંબાણી પરિવારની નાની વહુનો આ અવતાર લોકોનું દિલ જીતી રહ્યો છે. રાધિકા મર્ચન્ટ હાઇ સિક્યોરિટી સાથે સ્કૂલ પહોંચી હતી.
જ્યારે અંબાણી પરિવારના બીજા સભ્યોની વાત કરીએ તો, આ એન્યુઅલ ફંક્શનના અસલી શોસ્ટોપર નીતા અંબાણી રહ્યા હતા, જે પોતાની સાદગી અને સુંદરતાથી બધાનું ધ્યાન ખેંચતા જોવા મળ્યા હતા.તેમણે પહેરેલી ક્રીમ સાડી અત્યંત સુંદર તો હતી જ પરંતુ લગ્નની સીઝન માટે પણ પરફેક્ટ લુક આપતી હતી.
જણાવી દઈએ કે, તેમની સાડીમાં સાદગી અને લાવણ્યનો અનોખો સમન્વય જોવા મળી રહ્યો હતો. પહોળી સોનેરી ગોટા બોર્ડર તેને એક શાનદાર ટચ આપી રહી હતી. જ્યારે લાલ પટ્ટી ભરતકામ તેમાં રંગોનું સુંદર સંતુલન ઉમેરી રહી હતી.આ એ લોકો માટે આદર્શ છે જેઓ તેમના કપડામાં ક્લાસિક શામેલ કરવા માંગે છે.
સાડીને ખૂબ જ બારીકાઇથી બનાવવામાં આવી હતી, જે તેના નરમ રંગો હોવા છતાં તેને અત્યંત આકર્ષક અને પ્રભાવશાળી બનાવી રહી હતી.નીતા અંબાણી 60 વર્ષની ઉંમરે પણ સુંદરતાના મામલે એક્ટ્રેસેસને ટક્કર આપે છે.
View this post on Instagram
નીતા અંબાણીની સાડીઓ વિશે વાત કરીએ તો, તેઓ મોટાભાગે હેન્ડલૂમ સાડી પહેરે છે. જ્યારે પણ નીતા અંબાણી કોઇ ફંક્શનમાં સાડી પહેરેલી જોવા મળે છે ત્યારે લોકો તેમના પરથી નજર જ નથી હટાવી શકતા. હાલમાં જ ધીરુભાઇ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલનું એન્યુઅલ ફંક્શન યોજાયુ હતુ, અને આ દરમિયાન નીતા અંબાણીએ જે સાડી પહેરી હતી તેની ઈન્ટરનેટ પર ચર્ચા શરૂ થઇ ગઇ.
View this post on Instagram
મુકેશ અંબાણીની લાડકી દીકરી ઈશા અંબાણી પણ એન્યુઅલ ફંક્શનમાં જોવા મળી હતી, ઇશા માત્ર એક બિઝનેસવુમન જ નહીં પરંતુ ફેશનિસ્ટા પણ છે.કોઈપણ પ્રસંગ હોય ઈશા અંબાણીની ડ્રેસિંગ સેન્સ પરફેક્ટ રહે છે અને ચર્ચામાં પણ રહે છે. આવું જ કંઈક ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલના એન્યુઅલ ફંક્શનમાં પણ જોવા મળ્યું, જ્યાં બોલિવૂડ સ્ટાર્સ તેમના બાળકોના એન્યુઅલ ફંક્શનમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા.
View this post on Instagram
લાખો-કરોડોની કિંમતના આઉટફિટ્સ પહેરનાર ઈશા અંબાણીએ ફેશન બ્રાન્ડ સિયાશના કલેક્શનમાંથી ગ્રીન ઈરા એમરાલ્ડ કુર્તા સેટ પહેર્યો હતો. ઓફિશિયલી તેની કિંમત 32,500 રૂપિયા છે. ઈશા અંબાણીનો આ લુક સિમ્પલ અને એલિગેન્ટ હતો.
View this post on Instagram