બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર તેના અભિનયની સાથે સાથે તેની સ્ટાઇલ અને ફેશન સેન્સ માટે પણ જાણીતી છે. તાજેતરમાં જ જાહ્નવી કપૂર અને રાધિકા મર્ચન્ટ એક ફેશન ઇવેન્ટમાં સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાનનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં રાધિકા મર્ચન્ટ જાહ્નવીને તેની કાર સુધી પહોંચે ત્યાં સુધી પ્રોટેક્ટ કરતી જોવા મળે છે. બંને બેસ્ટ ફ્રેન્ડ જાહ્નવી અને રાધિકા સ્ટાઇલિશ લુકમાં ખૂબ જ સુંદર દેખાતી હતી અને તેમની ફેશન-ફોરવર્ડ પસંદે બધાનું ધ્યાન ખેંચ્યું.
જાહ્નવી સિલ્વર, મિંટ ગ્રીન ડ્રેસમાં જોવા મળી હતી, જેમાં પ્લંગિંગ નેકલાઇન અને થાઇ-હાઇ સ્લિટ હતી. આ લુક સાથે જાહ્નવીએ ગળામાં ખૂબ જ સુંદર હીરાનો હાર પહેર્યો હતો. જ્યારે રાધિકાએ 1990થી પ્રેરિત કોર્સેટ અને વિવિએન વેસ્ટવુડની કસ્ટમ-મેડ ચંદેરી સાડી સ્ટાઇલિશ રીતે પહેરી હતી. રાધિકાએ મોતી ચોકર અને મેચિંગ સ્ટડ ઇયરિંગ્સ સાથે લુકને સ્ટાઇલ કર્યો.
અંબાણી પરિવારની નાની વહુ રાધિકા મર્ચન્ટ ફેશનની બાબતમાં તેની સાસુ નીતા અંબાણી કરતા પણ ઘણી આગળ છે. રાધિકાએ વિવિએન વેસ્ટવુડના શોમાં ભારતીય અને વિદેશી આઉટફિટમાં સૌનું ધ્યાન ખેંચ્યું હતુ. રાધિકાએ કોર્સેટ પર જે રીતે સાડી પહેરી હતી અને જ્વેલરી કેરી કરી હતી, આવી ફેશન ભાગ્યે જ કોઈએ જોઈ હશે.
રાધિકા અને જાહ્નવીએ મુંબઈમાં વિવિએન વેસ્ટવુડ ફેશન શોમાં અદભુત દેખાવ કર્યો હતો પણ તેમનો બહાર નીકળવાનો રસ્તો સરળ નહોતો. સ્ટાર્સથી ભરેલા કાર્યક્રમમાં એકસાથે હાજરી આપનાર બે હસીનાઓને વેન્યુ છોડતા સમયે ભીડમાંથી પસાર થવું પડ્યું હતુ. જો કે, રાધિકાએ જે રીતે જાહ્નવીને પ્રોટેક્ટ કરી તેણે બધાનું ધ્યાન ખેંચ્યું.

વાયરલ થયેલા એક વીડિયોમાં રાધિકા તેની શ્રેષ્ઠ મિત્ર જાહ્નવી કપૂરને ભીડથી બચાવતી જોવા મળે છે જેથી તે સુરક્ષિત રીતે તેની કાર સુધી પહોંચી શકે. ચાહકો રાધિકાના આ પગલાની પ્રશંસા કરતા પોતાને રોકી શક્યા નહીં. જણાવી દઇએ કે, અંબાણી પરિવારની નાની વહુ રાધિકા બિઝનેસમેન વિરેન મર્ચન્ટની દીકરી છે, જેની ડિસેમ્બર 2022માં રાજસ્થાનના નાથદ્વારામાં અનંત સાથે સગાઈ થઇ હતી.
View this post on Instagram
બાદમાં અંબાણી પરિવારે ગુજરાતના જામનગરમાં એક ભવ્ય પ્રી-વેડિંગ પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં બોલિવૂડના મોટા સ્ટાર્સ, વૈશ્વિક બિઝનેસ ટાયકૂન અને વિશ્વભરના VIP લોકોએ હાજરી આપી હતી. રાધિકા અને અનંતે ભવ્ય પ્રી વેડિંગ બાદ ગયા વર્ષે જુલાઈમાં મુંબઈમાં લગ્ન કર્યા હતા, જે સૌથી હાઇ-પ્રોફાઇલ વેડિંગમાંના એક બન્યા.
View this post on Instagram