હે રામ! મોટો રોડ અકાસ્મત: લગ્રમાં જઈ રહેલી બસ ખીણમાં પડી, 5થી વધુના મોત, 13થી વધુ ઘાયલ

20 ડિસેમ્બર શુક્રવારે મહારાષ્ટ્રના પુણેમાં એક મોટો અકસ્માત થયો જ્યારે લગ્નના મહેમાનોથી ભરેલી બસ સવારે 9.30 થી 10.00 વાગ્યાની વચ્ચે ખીણમાં પડી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, બસમાં લગભગ 40 મુસાફરો હતા, જેમાંથી પાંચ લોકોએ જીવ ગુમાવ્યો છે જ્યારે 13-14 લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. મામલો પુણેના તમ્હાની ઘાટ પાસેનો છે, જ્યાં એક ખૂબ જ ખતરનાક વળાંક છે. આ વળાંક પાસે બસ ખાડામાં પડી હતી જેના કારણે આ અકસ્માત થયો હતો.

જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના 20 ડિસેમ્બરના રોજ સવારે 9.30 થી 10.00 વાગ્યાની વચ્ચે થઈ હતી, જ્યારે એક લગ્ન માટે ચાકનથી મહાડ જઈ રહી હતી ત્યારે ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બસ એક તરફ નમીને પલટી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ બસમાં 40 જેટલા મુસાફરો સવાર હતા.તપાસમાં જાણવા મળ્યું કે પર્પલ ટ્રાવેલ્સની ખાનગી બસ નંબર MH14GU3405 માનગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તમ્હાની ઘાટ પર અકસ્માતમાં પલટી ગઈ હતી.

આ બસમાં જાધવ પરિવારના સભ્યો મુસાફરી કરી રહ્યા હતા. જાધવ પરિવાર લોહગાંવ પુણેથી બિરવાડી મહાડ લગ્ન સમારોહ માટે જઈ રહ્યો હતો ત્યારે તમ્હાની ઘાટ પર જોખમી વળાંક પર ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને વાહન પલટી ગયું.મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, મૃત્યુઆંકમાં 2 પુરુષો અને 3 મહિલાઓ સહિત કુલ 5નો સમાવેશ થાય છે.

આ દરમિયાન રેસ્ક્યુ ટીમ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી, 27 ઘાયલ લોકોને બચાવ્યા અને તેમને માનગાંવ ગ્રામીણ હોસ્પિટલમાં મોકલ્યા. પોલીસ તપાસ હજુ ચાલુ છે.રાયગઢના પોલીસ અધિક્ષક સોમનાથ ઘરગે દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માતમાં દુ:ખદ રીતે મૃત્યુ પામેલા પાંચ લોકોના નામ આ પ્રમાણે છે. 1. સંગીતા ધનંજય જાધવ, 2. ગૌરવ અશોક દરાડે, 3. શિલ્પા પ્રદીપ પવાર, 4. વંદના જાધવ અને 5. એક માણસ હજુ અજ્ઞાત છે.

Devarsh