બાળપણનો પ્રેમ થઇ રહ્યો હતો જુદા તો આશિક બની ગયો હેવાન ! પહેલા શરીર સંબંધ બાંધ્યો અને પછી ચાકુના 15-20 ઘા મારી કરી નાખી હત્યા

ઓડિશાના બહેરામપુરમાં 24 વર્ષના એક યુવકે તેની પ્રેમિકાની હત્યા કરી નાખી. યુવકે માત્ર હત્યા જ ના કરી પરંતુ પ્રેમિકાના શરીર પર 15થી20 વખત છરીના ઘા પણ કર્યા. હત્યા પછી યુવકે આખી રાત તેની પ્રેમિકાના મૃતદેહ પાસે વિતાવી. તેની સાથે વાતો કરતો રહ્યો. બીજા દિવસે તે પોતે પોલીસ સ્ટેશન પહોંચ્યો અને આત્મસમર્પણ કર્યું. યુવકે કહ્યું કે તે તેને ખૂબ પ્રેમ કરે છે પરંતુ તે બીજા કોઈ સાથે લગ્ન કરી રહી હતી અને આ તે સહન કરી શક્યો નહીં. આ ઘટના મંગળવારે સાંજે નવા બસ સ્ટેન્ડ નજીકની એક હોટલમાં બની હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, અભય કુમાર મોહરાનાએ પ્રિયા કુમારી પર લગભગ 15થી20 વાર છરીના ઘા માર્યા. બીજા દિવસે અભયે ગોસનુગાંવ પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું. ઓડિશાની પ્રિયા એક ખાનગી હોસ્પિટલમાં લેબ આસિસ્ટન્ટ તરીકે કામ કરતી હતી. ઉમા નગરનો રહેવાસી અભય ગ્રેજ્યુએટ છે. તે પહેલા સિલ્ક સિટીમાં એક દુકાનમાં કામ કરતો હતો, પરંતુ તાજેતરમાં તેણે નોકરી ગુમાવી દીધી. પોલીસે જણાવ્યું કે બંને પરિવારો એકબીજાને ઓળખતા હતા. અભય અને પ્રિયા બંને એક જ ટ્યુશન ક્લાસમાં જતા હતા.

અભયે પોલીસને જણાવ્યું કે તેમનો પ્રેમ સંબંધ ચાર મહિના પહેલા શરૂ થયો હતો. તાજેતરમાં જ પ્રિયાના માતા-પિતાએ તેના લગ્ન બીજા કોઈ સાથે નક્કી કર્યા હતા. પ્રિયાના પિતાએ કહ્યું કે તેમને તેમના સંબંધ વિશે કોઈ ખ્યાલ નહોતો. પ્રિયાના બીજા કોઈ સાથે લગ્ન કરવાના નિર્ણયથી અભય ખૂબ ગુસ્સે હતો. મંગળવારે તેણે પ્રિયાને હોટલમાં બોલાવી. પોલીસના જણાવ્યા અનુસાર, તેઓ પહેલા પણ બે વાર તે હોટલમાં સાથે સમય વિતાવી ચૂક્યા હતા.

બહેરામપુરના એસપીએ જણાવ્યું કે તેઓ 11:30 વાગ્યે રૂમમાં ગયા હતા. આરોપી છરી લઈને આવ્યો હતો, જે દર્શાવે છે કે હત્યાનું આયોજન પહેલાથી જ કરવામાં આવ્યું હતું. અહીં તેણે રૂમમાં પ્રિયા પર હુમલો કર્યો. તે જમીન પર પડી ગઈ અને ત્યારબાદ પણ તેણે છરીથી હુમલો કરવાનું ચાલુ રાખ્યું. અભયે જણાવ્યું કે તેણે પહેલા પ્રિયાના ગળા પર હુમલો કર્યો જેથી તે ચીસો ન પાડી શકે. ત્યારબાદ તેણે શરીર પર અનેક ઘા માર્યા.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપીએ પીડિતાની પીઠ, છાતી અને પેટ પર પણ છરી મારી હતી. પ્રિયાએ ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે નબળી પડી ગઈ અને તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. હુમલામાં અભયને પણ હાથ પર ઈજા થઈ હતી. પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરતા પહેલા તેણે સિટી હોસ્પિટલમાં સારવાર લીધી. અભયની કબૂલાત બાદ પોલીસ બુધવારે હોટલ પહોંચી. તેમણે મહિલાનો મૃતદેહ કબજે કર્યો અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. આ ઘટનાથી વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે.

Previous Article

સમુદ્રની લહેરોમાં મોજ મસ્તી કરતી જોવા મળી શ્વેતા તિવારી, બતાવ્યો બોલ્ડ અંદાજ, 44 વર્ષની ઉંમરે પણ લાગી રહી છે હોટ, જુઓ તસવીરો

Next Article

કુબેર દેવની કૃપાથી ધનવાન બને છે આ રાશિના જાતકો, સંપત્તિ અને વૈભવમાં થાય છે વધારો, જીવે છે રાજાશાહી જિંદગી!

error: Protected Content!