ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં એન્યુઅલ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોલિવૂડ સ્ટાર્સ તેમના બાળકોનું પરફોર્મન્સ જોવા આવ્યા હતા. સામાન્ય માતા-પિતાની જેમ આ દરમિયાન સેલેબ્સ તેમના બાળકોને ચીયર કરતા જોવા મળ્યા હતા.
આ એન્યુઅલ ફંક્શનના અસલી શોસ્ટોપર નીતા અંબાણી રહ્યા હતા, જે પોતાની સાદગી અને સુંદરતાથી બધાનું ધ્યાન ખેંચતા જોવા મળ્યા હતા.
આ ફંક્શન માટે નીતા અંબાણીએ હેન્ડલુમ સાડી પહેરી હતી, પહોળી સોનેરી ગોટા બોર્ડર તેને એક શાનદાર ટચ આપી રહી હતી. જ્યારે લાલ પટ્ટી ભરતકામ તેમાં રંગોનું સુંદર સંતુલન ઉમેરી રહી હતી.સાડીને ખૂબ જ બારીકાઇથી બનાવવામાં આવી હતી, જે તેના નરમ રંગો હોવા છતાં તેને અત્યંત આકર્ષક અને પ્રભાવશાળી બનાવી રહી હતી. ત્ચારે આ દરમિયાન નીતા અંબાણીનો એક અંદાજ જોવા મળ્યો, જે લોકોનું દિલ જીતી રહ્યો છે.
નીતા અંબાણી જ્યારે પેપરાજીને પોઝ આપી રહ્યા હતા ત્યારે તેમણે તેઓને પૂછ્યુ કે ખાવાનું મોકલાઉ ? પેપરાજીની હા પર તેમણે એક વ્યક્તિને તેઓના માટે ખાવાનું પેક કરવાનું કહ્યુ અને કહ્યુ કે ખાવાનું ખાઇને જજો, જે બાળકોનું ખાવાનું છે ને એ જ મોકલાઉં છું.. નીતા અંબાણીનો આ ભાવ લોકોના જીત રહ્યો છે.
View this post on Instagram