બી-ટાઉન બ્યુટી અમીષા પટેલે ભલે હજુ લગ્ન કર્યા નથી, પણ તેનું નામ ઘણીવાર કોઈને કોઈ સેલિબ્રિટી સાથે જોડાય છે. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં એવી ચર્ચા હતી કે અમીષા પટેલ તેના કરતા 19 વર્ષ નાના બિઝનેસમેનને ડેટ કરી રહી છે. ત્યારે હવે મહિનાઓ પછી આ રહસ્ય પણ ખુલી ગયું છે.

થયું એવું કે 13 નવેમ્બર 2024ના રોજ અમીષા પટેલે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બિઝનેસમેન અને સિંગર નિર્વાણ બિરલા સાથે એક તસવીર શેર કરી અને તેને કેપ્શન આપ્યું, “દુબઈ – પ્રિય નિર્વાણ બિરલા સાથે મારી સુંદર સાંજ.” તસવીરમાં અમીષા પટેલ નિર્વાણ સાથે તેની બાહોમાં પોઝ આપતી જોવા મળી હતી. બંને બ્લેક લુકમાં જોવા મળ્યા હતા.

સોશિયલ મીડિયા પર ફોટો અપલોડ થતાં જ તે જંગલમાં આગની જેમ ફેલાઈ ગયો અને બધા બંનેના અફેર વિશે અટકળો લગાવવા લાગ્યા. હવે આખરે નિર્વાણે અમીષાને ડેટ કરવાની અફવા પર પ્રતિક્રિયા આપી છે. નિર્વાણ બિરલાએ તાજેતરના એક ઇન્ટરવ્યુમાં સ્પષ્ટપણે કહ્યું કે તે ગદર 2 એક્ટ્રેસ અમીષા પટેલને ડેટ નથી કરી રહ્યો. બંને પારિવારિક મિત્રો છે અને દુબઈમાં એક આલ્બમના શૂટિંગ માટે મળ્યા હતા.

ફ્રી પ્રેસ જર્નલ સાથેની વાતચીતમાં નિર્વાણે કહ્યું, “હું અને અમીષા ડેટિંગ કરી રહ્યા નથી. તે મારી પારિવારિક મિત્ર છે અને મારા પિતા તેને સ્કૂલના દિવસોથી ઓળખે છે. અમે બંને દુબઈમાં હતા કારણ કે હું મારા મ્યુઝિક આલ્બમનું શૂટિંગ કરી રહ્યો હતો.” નિર્વાણ બિરલા બિઝનેસમેન યશવર્ધન બિરલાના પુત્ર છે.

નિર્વાણે પિતાના વ્યવસાયને નવી ઊંચાઈઓ પર લઈ જવાનું કામ કર્યું છે. તેઓ શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ સક્રિય છે. તે બિરલા ઓપન માઇન્ડ્સ એજ્યુકેશન પ્રાઇવેટ લિમિટેડ અને બિરલા બ્રેઇનિયાક્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર છે. આ ઉપરાંત, તે સિંગર પણ છે જે આલ્બમ બનાવે છે.