30 વર્ષ ઘરકામ કરી પુત્રને બનાવ્યો પાયલટ, માં-દીકરાનો ઈમોશનલ વીડિયો વાયરલ

દરેક માતા-પિતાનું સપનું હોય છે કે તેઓ પોતાના બાળકોને ભણાવીને ઉચ્ચ દરજ્જો આપે. આ માટે તેઓ કોઈપણ મુશ્કેલીથી ડરતા નથી. આવા જ એક માતૃત્વના વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. એક માતાએ 30 વર્ષ સુધી ઘરકામ કરીને પુત્રને ભણાવ્યો. જ્યારે તેણે પોતાના પુત્રને પહેલીવાર એક જ પ્લેનમાં પાયલટ તરીકે જોયો ત્યારે માતા પોતાના આંસુ કાબુમાં રાખી શકી નહીં. માતા-પુત્રની આ ભાવુક પળનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં અન્ય મુસાફરોની વચ્ચે એક મહિલા પ્લેનમાં ચઢતી જોવા મળે છે. પછી ફ્લાઈટ એટેન્ડન્ટ તેમને અંદરનો રસ્તો બતાવે છે. ત્યારે મહિલા તેના પુત્રને પાયલટના યુનિફોર્મમાં જુએ છે. પુત્ર તેની માતાને ગળે લગાવે છે અને પ્રેમ કરે છે. માતાનો ચહેરો ગર્વ અને ખુશીથી ભરેલો છે.

તેના પુત્રનું સ્વપ્ન પૂરું કરવા માટે, માતાએ તેના જીવનનો મોટાભાગનો સમય ઘરકામ કરવામાં અને તેને ભણાવવામાં વિતાવ્યો. આખરે પુત્ર સફળ થયો ત્યારે માતાના આનંદે અન્ય લોકોને પણ ભાવુક બનાવી દીધા હતા. 2023માં શેર કરવામાં આવેલો આ વીડિયો ફરીથી વાયરલ થયો હતો અને તેને બે લાખથી વધુ લોકોએ જોયો હતો. ઘણા લોકોએ માતાના પ્રેમ અને બલિદાનની વાતો શેર કરી. એક યુઝરે લખ્યું, “ઘણી માતાઓ પોતાના બાળકો માટે બલિદાન આપે છે.” અન્ય યુઝરે લખ્યું, “30 વર્ષની મહેનતનું ફળ મળ્યું.”

Twinkle