ગાંધીનગર ગિફ્ટસિટીમાં દારૂની છૂટ મામલે મોરારીબાપુએ જુઓ શું કહ્યું

ગુજરાતના ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં લિકર પરમિટ મુદ્દે રાજકારણ ગરમાયું છે. ઘણા રાજકીય નેતાઓના નિવેદન સામે આવ્યા છે, તો બીજી બાજુ કેટલાક સોશિયલ મીડિયામાં આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે, જ્યારે કેટલાક સમર્થન કરી રહ્યા છે. આ વચ્ચે કથાકાર મોરારીબાપુનું નિવેદન સામે આવ્યુ છે, જો કે તેમણે આ મામલે પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે, આ મારો વિષય નથી.

દારૂની છૂટ મામલે મોરારીબાપુનું નિવેદન

મોરારીબાપુ ભાવનગરમાં નારી શક્તિ વંદનાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. મોરારી બાપુએ કહ્યું કે, સરકારના રિપોર્ટનો અભ્યાસ નથી કર્યો, દારૂ મુક્તિ મામલે હાલમાં વિશેષ કંઈપણ કહી શકું નહી, આ મારો વિષય નથી. જણાવી દઇએ કે, ગિફ્ટ સીટી કે જે ગ્લોબલ ફાઇનાન્સીયલ અને ટેકનોલોજીનું હબ છે, તે આર્થિક ગતિવિધીઓથી ધમધમે છે.

 

આ મારો વિષય નથી, વિશેષ કંઈપણ કહી શકું નહી

ગ્લોબલ ઇનવેસ્ટર, ટેકનીકલ એક્ષપર્ટ તેમજ ગીફટ સીટી ખાતે સ્થપાયેલ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બીઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઇડ કરવાના હેતુથી સમગ્ર ગીફટ સીટી વિસ્તારમાં “વાઈન એન્ડ ડાઈન” ફેસીલીટી ઉપલબ્ધ કરાવવા પ્રોહીબીશનના નિયમોમાં ફેરફાર કરવા ઉચ્ચકક્ષાએ મહત્વનો નિર્ણય ગઇકાલના રોજ લેવાયો હતો.

Shah Jina