ભાડાના ઘરમાં હતા 100 પુરુષો અને 1 મહિલા, કરી રહ્યા હતા ગંદુ કામ- મકાન માલિકને જેવી જ થઇ જાણ કે પકડી લીધુ માથુ…

Airbnb ભાડા પર લઇ આ છોકરીએ બાંધ્યા 100 પુરુષો સાથે સંબંધ, ખુલાસા બાદ ઘરનો માલિક પણ માથુ પીટવા મજબૂર

સોશિયલ મીડિયા એપ ઓનલી ફેન્સની મોડલ લિલી ફિલિપ્સના ખુલાસાથી હંગામો મચી ગયો છે. લિલી ફિલિપ્સે દાવો કર્યો છે કે તેણે AirBnB એપ દ્વારા ફ્લેટ ભાડે લીધો હતો અને એક દિવસમાં 100 લોકો સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. હવે ફ્લેટના માલિક પણ લિલીના આ ખુલાસાથી ચોંકી ગયા છે. તેમણે કહ્યું છે કે તેમને એ વાતની જાણ નહોતી કે શારીરિક સંબંધો માટે ફ્લેટ ભાડે આપવામાં આવી રહ્યો છે.

લિલી ફિલિપ્સે AirBnB એપ દ્વારા 16 કરોડ રૂપિયામાં ફ્લેટ ભાડે લીધો હતો. Airbnb એ એક ઓનલાઈન માર્કેટપ્લેસ છે જે લોકોને ટૂંકા ગાળા માટે ભાડે આપવા મિલકતો ઉપલબ્ધ કરાવે છે. મિલકતના માલિકો અને એરબીએનબી દ્વારા મિલકત ભાડે આપવા રસ ધરાવતા લોકો સંપર્ક કરી શકે છે. આમાં ફ્લેટ, ઘર, દુકાન, વેરહાઉસ વગેરે જેવી કોઈપણ વસ્તુનો સમાવેશ થઈ શકે છે.

હવે એરબીએનબીએ લિલી ફિલિપ્સના દાવા સામે નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે લિલીએ કરારની શરતોનું ઉલ્લંઘન કર્યું છે અને મકાનમાલિકને તે કયા હેતુ માટે ફ્લેટ ભાડે લઇ રહી હતી તે જણાવ્યું નથી. ત્યારે લિલીના આ ખુલાસા બાદ એરબીએનબીએ લિલી ફિલિપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઓનલી ફેન્સની મોડલ લિલી ફિલિપ્સે તાજેતરમાં જ યુટ્યુબર સાથેની વાતચીતમાં ખુલાસો કર્યો હતો કે તેણે લંડનના ફ્લેટમાં એક દિવસમાં 100 લોકો સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા.

આ વીડિયોમાં લીલી ફિલિપ્સે એમ પણ કહ્યું હતું કે તે ભવિષ્યમાં પણ આ સ્ટંટ કરવા માંગશે અને આગામી સમયમાં લોકોની સંખ્યા 10 ગણી વધારે હશે. લિલીને પોતાનો ફ્લેટ ભાડે આપનાર મિલકતના માલિકને જ્યારે લિલીના ખુલાસા વિશે જાણ થઈ ત્યારે તે ચોંકી ગયા. ફ્લેટના માલિકે મીડિયાને જણાવ્યું હતું કે તેમને ફ્લેટમાં શું થવાનું છે તેની કોઈ જાણ નહોતી. જો કે, તેમણે આ મામલે વધુ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

Shah Jina