જ્યોતિષ શાસ્ત્રમાં બુધ ગ્રહનું વિશેષ સ્થાન છે. ભગવાન બુધને રાજકુમાર કહેવામાં આવે છે. આગામી 23 મે ના રોજ બુધનું વૃષભ રાશિમાં ગોચર થશે. અહીંયા પહેલાથી જ સૂર્ય બિરાજમાન હશે. જ્યારે સૂર્ય બીજા ગ્રહ સાથે એક રાશિમાં હોય ત્યારે અનેક રાશિના લોકોને ખૂબ ફાયદો થાય છે. એવામાં આ ગોચરથી મેષ સહિત પાંચ રાશિના લોકોના સુખ સમૃદ્ધિમાં વધારો થવાનો છે. બુધ દેવને બુદ્ધિ, તર્ક, સંવાદ, ગણિત, ચતુરતા અને મિત્રતાના કારક ગ્રહ માનવામાં આવે છે.
જ્યોતિષ શાસ્ત્રમાં બુધને વિશેષ સ્થાન પ્રાર્ત છે. તેઓ ગ્રહોના રાજકુમાર માનવામાં આવે છે. 23 મેના રોજ બપોરે 1 વાગ્યે વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. આ સાથે બુધાદિત્ય રાજયોગ રચાશે કારણ કે સૂર્ય પહેલાથી જ વૃષભ રાશિમાં હાજર છે. બુધ અને શુક્ર વચ્ચે પણ મૈત્રીપૂર્ણ સંબંધ પણ છે, તેથી આ પણ એક ઉચ્ચ કોટીનો રાજયોગ હશે. બુધના વૃષભ રાશિમાં પ્રવેશથી કઈ રાશિઓને ફાયદો થશે અને કઈ રાશિના લોકોને શાહી સુખ મળશે
મેષ રાશિ
મેષ રાશિના જાતકોને બુધના રાશિ પરિવર્તનથી ફાયદો થશે. નોકરી અને વ્યવસાયમાં અપાર સફળતા પ્રાપ્ત થશે. શૈક્ષણિક કાર્ય સકારાત્મક પરિણામો આપશે. ધનનો પ્રવાહ વધશે. પૈતૃક સંપત્તિથી આર્થિક લાભનો સંયોગ થશે. વાણીમાં નમ્રતા રહેશે. તમે તમારા શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરશો. ધન, સુખ સમૃદ્ધિ અને સૌભાગ્યમાંની પ્રાપ્તિ થશે.
મિથુન રાશિ
બુધના રાશિ પરિવર્તનથી મિથુન રાશિના જાતકોના જીવનમાં ઘણી ખુશીઓ આવશે. સંબંધોમાં પ્રેમ અને મધુરતા લાવશે. તમારા જીવનસાથી સાથેના સંબંધો વધુ મજબૂત અને મધુર બનશે. તમે તમારા કરિયરમાં મોટી સફળતા પ્રાપ્ત કરશો. ભૌતિક સુખ-સુવિધાઓમાં જીવન વિતાવશો. તમારા વ્યક્તિત્વમાં સુધારો થશે. નોકરી કરતા લોકોને પ્રમોશન અથવા મૂલ્યાંકન મળી શકે છે. ધંધામાં આર્થિક લાભ થશે. કોઈ સ્પેશિયલ વ્યક્તિ સિંગલ લોકોના જીવનમાં પ્રવેશ કરશે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકોને બુધના રાશિ પરિવર્તનથી ફાયદો થશે. તમારા કાર્યનું ઇચ્છિત પરિણામ તમને મળશે. સમાજમાં પ્રશંસા મળશે. ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે. આધ્યાત્મિક રહેશે. ઘરમાં શુભ કાર્યોનું આયોજન થઈ શકે છે. પરિવારના કોઈ સભ્યના લગ્ન નક્કી થઈ શકે છે. આ સમય દરમિયાન, તમારા બધા કાર્ય સફળ થશે. વાણીમાં મીઠાશ રહેશે. માનસિક તણાવમાંથી રાહત મળશે. મન પ્રસન્ન રહેશે. તમે સુખી જીવન જીવશો. જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે.
તુલા રાશિ
બુધના રાશિ પરિવર્તનને કારણે તુલા રાશિના જાતકોને અઢળક લાભ થશે. લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થશે. ઘનનો પ્રવાહ વધશે. ઓફિસમાં તમને વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ મળશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. તમારા બાળકો તરફથી સારા સમાચાર મળશે. લગ્નજીવન સુખી રહેશે. નોકરી અને વ્યવસાયમાં તમને ઇચ્છિત સફળતા મળશે. વ્યવસાયમાં વિસ્તરણ થશે. તમે આર્થિક રીતે સમૃદ્ધ થશો.
(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)