જ્યોતિષવિદ્યામાં, મંગળને હિંમત, બહાદુરી, પરાક્રમ, ભૂમિ અને લગ્નનો કારક માનવામાં આવે છે. મંગળ ગ્રહ જાતકોને ઉર્જા આપે છે. 7 જૂન 2025 ના રોજ, મંગળ ગોચર કરીને સિંહ રાશિમાં પરિવર્તન કરશે. સૂર્ય દેવની રાશી સિંહમાં મંગળનું સંક્રમણ તમામ 12 રાશિના ચિહ્નોને અસર કરશે. તે જ સમયે 5 રાશિ વાળા માટે મંગળનું ગોચર ખુબ જ ઉર્જા, ધન-સમૃદ્ધિ અને સફળતા આપશે. ચાલો જાણીયે કે આ 5 નસીબદાર રાશિના ચિન્હો કયા છે.
સિંહરાશિ: મંગળ ગોચર કરીને સિંહ રાશિમાં જ આવી રહ્યો છે. જે આ રાશિના લોકોને મોટા ફાયદા આપશે. કારકિર્દીના અવરોધો દૂર કરશે. આરોગ્યમાં સુધારો આવશે. જો તમે લગ્ન કરવા માંગતા હો, તો રિશ્તો પાક્કો થઇ શકે છે. પરિણીત લોકોના જીવનમાં પણ ખુશીઓ આવશે.
કન્યારાશિ: કન્યા રાશિ વાળાને મંગળનું ગોચર કામકાજની પરેશાનીઓથી રાહત આપવશે. તમે જે સોદા અથવા પ્રોજેક્ટની રાહ જોઈ રહ્યા હતા, તે હાવશે સમાપ્ત થશે. અટકેલા કામ બની જશે. ધન લાભ થશે. લગ્ન જીવનમાં આનંદ અને ખુશીઓ રહશે.
તુલારાશિ: તુલા રાશિ વાળાને મંગળનું ગોચાર ધન લાભ કરાવશે. વ્યવસાયમાં નફો વધશે. તમારો આત્મવિશ્વાસ વધશે, જેનાથી તમે દરેક બાધા-ચુનોતીને પાર પડી શકશો. સ્વસ્થ સંબંધિત સમસ્યાઓ દૂર થશે.
વૃશ્ચિકરાશિ: વૃશ્ચિક રાશિના સ્વામી મંગળ ગ્રહ છે અને આ રાશિને લાભ આપશે. જોકે તેમને ધૈર્ય અને શાંતિથી જ કામ લેવું પડશે, નહિ તો કામ બગડી જશે. સમાજમાં માં સન્માન રહશે. સરકારી કામોમાં નિયમોનું પાલન કરો.
મીનરાશિ: મંગળનું ગોચર મીનરાશિ વાળાઓને શત્રુઓ પર જીત અપાવશે. સોના-ચાંદીના ધંધો કરવા વાળાને બંમ્પર લાભ થઇ શકે છે. આરોગ્ય સારું રહેશે. જૂની બીમારીઓ દૂર થશે. માન-સન્માન વધશે. ધ્યેય પૂરા કરવામાં સફળતા રહશે.
(નોંધ: ઉપરોક્ત માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતું નથી.)