આ વ્યક્તિએ પોતાના બેડની બાજુમાં બેસાડીને રાખ્યા હતા બે ખૂંખાર સાવજ, અચાનક કોઈ રૂમમાં આવ્યું અને પછી… જુઓ વીડિયો

આ ભાઈએ જંગલના રાજાને પોતાના ઘરમાં પાલતુની જેમ રાખ્યા, અચાનક આવી ગયો સિંહને ગુસ્સો અને પછી જે થયું તે.. જુઓ વીડિયોમાં

Man Sitting With Lion :આજકાલ લોકો પોતાના ઘરમાં પેટ રાખતા હોય છે અને પેટને પોતાના સંતાનોની જેમ સાચવતા પણ હોય છે, ઘણા લોકો ડોગ અને ઘણા લોકો કેટ પણ રાખે છે, તો દુબઇ જેવા દેશમાં લોકો પોતાના ઘરમાં સિંહ પણ પાળતા જોવા મળે છે, ત્યારે તેના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોવા મળે છે. હાલ એક એવો જ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ પોતાના બેડની પાસે જ બે સિંહ લઈને બેઠેલો જોવા મળે છે.

સિંહને ઘરમાં પાળ્યા :

સિંહને જંગલનો રાજા પણ કહેવામાં આવે છે. તે એટલા શક્તિશાળી છે કે તે કોઈનું પણ કામ એક ક્ષણમાં પૂર્ણ કરી શકે છે. પણ આજના જમાનામાં એવું લાગે છે કે કંઈ પણ શક્ય છે. સિંહને પણ ઘરમાં વશ કરી શકાય છે. ત્યારે હુમૈદ નામનો એક વ્યક્તિ પોતાના ઘરમાં સિંહ પાળતો જોવા મળી રહ્યો છે. આ પહેલા પણ હુમૈદ સિંહો સાથેના વીડિયોને કારણે ચર્ચામાં રહ્યો હતો. ઘણા વીડિયોમાં હુમેદ આ પ્રાણીઓ સાથે મસ્તી કરતી જોવા મળે છે.

વ્યક્તિને આવતો જોઈ ગુસ્સે ભરાયા :

વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ બેડ પર આરામથી બેઠો છે અને બેડની બાજુમાં જ જમીન પર બે કદાવર સિંહ બેઠેલા છે. આ દરમિયાન કોઈ રૂમમાં પ્રવેશે છે અને સિંહ ગુસ્સે પણ ભરાઈ જાય છે, સિંહ ગુસ્સો કરતા પણ જોવા મળી રહ્યા છે.  આ વીડિયો જોયા બાદ યુઝર્સ પોતાની આંખો પર વિશ્વાસ કરી શકતા નથી. આ વીડિયોને 79 લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

લોકોએ આપી પ્રતિક્રિયા :

આ ઉપરાંત લોકો આ વીડિયો પર ઘણી કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું છે – શું ધનિક લોકો આ પ્રાણીઓને રાખી શકે છે? અન્ય એક વ્યક્તિએ લખ્યું છે – જો કોઈ દિવસ તેઓ તમને ખાય તો નવાઈ ન પામશો. બીજાએ લખ્યું છે – તે ખૂબ જ બીમાર દેખાઈ રહ્યો છે. ઘણા યુઝર્સ આ વીડિયોને પણ પસંદ કરી રહ્યા છે. એકે લખ્યું છે – સિંહને માત્ર સિંહ જ ઉછેરી શકે છે.

Niraj Patel