‘તેણે મારા બ્લાઉઝની અંદર હાથ નાખ્યો…’, બ્યુટી ક્વીને મંદિરના પાદરી પર લગાવ્યો છેડછાડનો આરોપ

 

ભારતીય મૂળની એક અભિનેત્રી અને ટીવી હોસ્ટે મલેશિયામાં એક મંદિરના પાદરી પર છેડતીનો આરોપ લગાવ્યો છે. સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ, લિશાલિની કનારને મંગળવારે એટલે કે 8 જુલાઈએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે કુઆલાલંપુર આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી થોડે દૂર આવેલા સેપાંગમાં મરિયમ્મન મંદિરનાપાદરીએ આશીર્વાદ આપવાના બહાને તેની છેડતી કરી હતી.

અહેવાલો અનુસાર, આ ઘટના ત્યારે બની જ્યારેપાદરીએ તેના પર ભારતથી લાવેલું પવિત્ર પાણી નાખ્યુ અને પછી તેની સાથે ગેરવર્તન કર્યું. સેપાંગ જિલ્લા પોલીસ વડા એસીપીએ કહ્યું, ‘એવું માનવામાં આવે છે કે શંકાસ્પદ વ્યક્તિ એક ભારતીય નાગરિક છે, જેપાદરી ની ગેરહાજરીમાં મંદિરમાં અસ્થાયી રૂપે પૂજા કરી રહ્યો હતો.

શંકાસ્પદ વ્યક્તિની મોડસ ઓપરેન્ડી પીડિતાની છેડતી કરતા પહેલા તેના ચહેરા અને શરીર પર કથિત રીતે પવિત્ર પાણી છાંટવાની હતી.’ કનારનની છેડતી બાદ તેને ઘટના વિશે કોઈને ન કહેવાની ધમકી આપી હતી. જો કે, કનારને આ ધમકી પર ધ્યાન આપ્યું નહીં અને જાહેરમાં પોતાની આપવીતી કહેવાનું નક્કી કર્યું.

ઇન્સ્ટાગ્રામ પર તેણે લખ્યું, ‘તે દિવસે, જ્યારે હું પ્રાર્થના કરી રહી હતી, ત્યારે તે મારી પાસે આવ્યો અને મને કહ્યું કે તેની પાસે મારા માટે પવિત્ર પાણી અને રક્ષણાત્મક દોરો છે. તેણે કહ્યું કે તે એક આશીર્વાદ છે. તેણે મને પ્રાર્થના પછી તેને મળવા કહ્યું. તે તેના કહેવા પર પાદરીની ઑફિસમાં ગઈ હતી, જ્યાં પાદરીએ તેના પર ‘પવિત્ર પાણી’ રેડ્યું, જેમાં ખૂબ જ તીવ્ર ગંધ હતી.

આ પછી પાદરીએ કથિત રીતે કનારનને તેના કપડાં કાઢવા કહ્યું અને આગ્રહ કર્યો કે ‘તે આશીર્વાદ હશે, પરંતુ તેણે તેમ કરવાનો ઇનકાર કર્યો. પાદરીએ તેની વાત સાંભળી નહીં અને તેના બ્લાઉઝમાં હાથ નાખીને તેને અયોગ્ય રીતે સ્પર્શ કરવાનું શરૂ કર્યું.’ ટીવી હોસ્ટે કહ્યું કે ‘ભલે તે જાણતી હતી કે બધું ખોટું છે, તે હલનચલન કરી શકતી ન હતી. તે કંઈ બોલી શકતી ન હતી.’ તેણે કહ્યું કે મને સમજાયું નહીં કે આવું કેમ થયું.’

Shah Jina
error: Unable To Copy Protected Content!